મિત્રના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર શખ્સનો લોખંડના પાઈપથી હુમલો

શહેરના મ્યુનિ.કમિશનર બંગલા નજીક આવેલા બગીચામાં મિત્રના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર શખ્સે લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં…

શહેરના મ્યુનિ.કમિશનર બંગલા નજીક આવેલા બગીચામાં મિત્રના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર શખ્સે લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોચી બજારમાં રહેતાં રિયાઝ અલ્તાફભાઈ જસરાયા (ઉ.20) નામના યુવાને એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હરીશ તામ્રકારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં તે મોગલ હોટલ પાસે હતો ત્યારે તેના મિત્ર આદિત્ય રમેશભાઈ વિશ્ર્વકર્માનો ફોન આવેલો અને કહેલું કે તેને અગાઉ હરીશ તામ્રકાર સાથે ઝઘડો થયો હોય તે બાબતે હરીશ સમાધાન માટે બોલાવે છે. જેથી ફરિયાદી તેના મિત્ર આદિત્ય સાથે મ્યુનિ.કમિશનર બંગલા પાસે આવેલા નરસિંહ મહેતા ગાર્ડનમાં ગયો હતો ત્યારે આરોપીએ અચાનક ઉશ્કેરાઈ જઈ ફરિયાદી ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરતાં તેને માથાના ભાગે, ગળામાં અને આંખના ભાગે ઈજા થતાં સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે એ-ડીવીઝન પોલીસે ઈજાગ્રસ્ત રિયાઝની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી પીએસઆઈ આર.એમ.બરાડિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *