મોરબીમાં પત્નીને પતિએ ઢીકા-પાટુનો માર મારી બચકા ભર્યાની ફરિયાદ

શહેરના એસપી રોડ પર રહેતી પરિણીતાને તેના પતિએ બોલાચાલી કરી ઢીકા પાટું માર માર્યો હતો અને બચકા ભરી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી…

શહેરના એસપી રોડ પર રહેતી પરિણીતાને તેના પતિએ બોલાચાલી કરી ઢીકા પાટું માર માર્યો હતો અને બચકા ભરી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના એસપી રોડ પર ફ્લોરા 17 માં રહેતા ક્રિષ્નાબેન આકાશભાઈ જીવાણી (ઉ.વ.30) નામની પરિણીતાએ આરોપી પતિ આકાશ હરજીવનભાઈ જીવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 27 ના રોજ સાંજના છએક વાગ્યે મામાજી સસરા હીરાભાઈના ઘરે જમણવાર પ્રસંગ હતો જ્યાં તેઓ ગયા હતા પ્રસંગમાં પતિ આવ્યા નહિ બાદમાં પ્રસંગ પતાવી ઘરે પરત ફર્યા ત્યાર પતિ ઘરે હાજર ના હતા જેથી પતિને ફોન કર્યો અને ફોન ઉપાડ્યો નહિ બે વાગ્યે ફરી ફોન કરતા ફોન ઉપાડ્યો નહિ. પતિએ રાખેલ બીજું મકાન ફ્લોરા રીવર સાઈડ મચ્છુ ડેમ 2 કાંઠે હોવાથી અઢી વાગ્યે ત્યાં ગઈ હતી જ્યાં પતિ અને તેના મિત્ર અભિષેક હાજર હતા પતિને કહ્યું કેમ અહી પડ્યા રહો છો ચાલો ઘરે કહીને ક્રિષ્નાબેન ઘરે પરત આવ્યા હતા.

બાદમાં પતિ ઘરે આવ્યા અને ગાળો બોલી કહેવા લાગ્યા તું કેમ ફ્લોરા રીવર સાઈડ આવી હતી તારે ત્યાં આવવું નહિ કહીને ઢીકા પાટું મારવા લાગ્યા અને છાતીના ભાગે બટકા ભરેલ તે સમયે સાસુ-સસરા ઘરે હાજર હતા તેને પણ પતિ ઢીકા પાટું મારવા લાગ્યા બાદમાં ફરિયાદીએ માસીના દીકરા અમરીશભાઈને ફોન કરી બોલાવ્યા અને તેના ઘરે લઇ ગયા હતા જ્યાં આવી પતિએ તું મારી પાછળ આવીશ તો તને જાનથી મારી નાખીશ કોઈ છોડાવવા નહિ આવે કહીને ધમકી આપી હતી એ ડીવીઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *