મોરબીની એમ વી વી આઈ એમ કોલેજની નીચે હિંદુ મુસ્લિમ છોકરા છોકરીના લગ્ન કરાવવાની આપવા બાબતે વાતચીતમાં મારામારી નો બનાવ બન્યો હતો જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં મોરબીના સામાકાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે એમ વી વી આઈ એમ કોલેજમા એલ એલ બી સેમ 3 માં અભ્યાસ કરે છે તેમજ રેવન્યુ અને કોર્ટ મેરેજની પણ પ્રેક્ટીસ કરે છે.ગત તા.25 ના રોજ બપોરના સમયે જયરાજસિંહ જાડેજા કોલેજની નીચે ઉભા હોય દરમિયાન તેની અભ્યાસ કરતો યુવરાજ ગઢવી અને સાહિલ સુમરા એ ફરિયાદી જયરાજસિંહને હિંદુ મુસ્લિમ છોકરા છોકરીના લગ્ન કરાવી આપવા કહેતા જયરાજસિહે ના કહેતા આરોપી સાહિલ સુમરાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો તેમજ આરોપી યુવરાજ ગઢવીએ જયરાજસિંહને ઢીકા વડે માર મારી શરીરે ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.
તો સામાપક્ષે મોરબીના વાવડી રોડ પર સોમૈયા સોસાયટીમાં રહેતા સાહિલ દાઉદભાઈ સુમરા એ ફરિયાદ નોંધાવી છે કે સાહેદ યુવરાજે આરોપી જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજાને ઇન્ટર કાસ્ટ મેરેજ તથા ઇન્ટર રીલીજીયન મેરેજ બાબતે પૂછતા આરોપી જયરાજસિંહએ મુસ્લિમ ધર્મના લગ્ન નથી કરાવી આપતો તેમ કહી સાહિલ તથા સાહેદ યુવરાજ સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી સાહિલ અને યુવરાજને જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારી જિયા કરી હોવાની ફરિયાદ નોધાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષોની ફરીયાદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડમ્પર હડફેટે મોત
વાંકાનેરના નવા ઢુવા ગામે રહેતા સુરેશભાઈ વાલજીભાઈ રંગ્પરા એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર જીજે 36 ટી 9404 ના ચાલકે પોતાનું ડમ્પર ઢુવા ચોકડી નજીક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ચાલીને જતા સુરેશભાઈના પત્નીને હડફેટે લેતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
