ગોંડલના સડક પીપળિયામાં કંપનીમાં કામ કરતા યુવકનું માથું એંગલ સાથે અથડાતા મોત

ગોંડલના સડક પીપળીયા ગામે કંપનીમાં કામ કરતાં રિબડાના યુવકનું માથુ લોખંડના એંગલ સાથે અથડાતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં…

ગોંડલના સડક પીપળીયા ગામે કંપનીમાં કામ કરતાં રિબડાના યુવકનું માથુ લોખંડના એંગલ સાથે અથડાતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ તાલુકાના રિબડા ગામે રહેતાં પ્રહલાદસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.23) ગત તા.23નાં રોજ રાત્રીનાં સમયે સડક પીપળીયા ગામે આવેલ કેપ્ટન કંપનીમાં કામ કરતો હતો ત્યારે અચાનક માથાના ભાગે લોખંડનું એંગલ લાગી જતાં ઈજા પહોંચી હતી. યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. આ ઉપરાંત બીજા બનાવમાં પડધરીમાં આવેલા આંબેડકરનગરમાં રહેતાં મહેશ ચંદુભાઈ ચાવડા નામના 22 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતના હુંકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *