ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં હેવી વીજપોલનાં મુદ્દે આંદોલનના મંડાણ

મોરબીનાં જેતપર માં ચાલી રહેલાં ખેડૂત આંદોલન નો વાયરો ગોંડલ સુધી પંહોચ્યો છે.ગોંડલ નાં મોવીયા ગામે કિશાન સંઘર્ષ સમિતી દ્વારા વિજપોલ તથા વિજલાઇન થી નારાજ…

મોરબીનાં જેતપર માં ચાલી રહેલાં ખેડૂત આંદોલન નો વાયરો ગોંડલ સુધી પંહોચ્યો છે.ગોંડલ નાં મોવીયા ગામે કિશાન સંઘર્ષ સમિતી દ્વારા વિજપોલ તથા વિજલાઇન થી નારાજ ખેડૂતોએ પોતાની માંગ દોહરાવી રજુઆત કરવા પ્રતિક ઉપવાસ આંદોલન શરુ કર્યુ છે. આ આજુબાજુ ગામડાનાં ખેડુતો અને મહીલાઓ મોટી સંખ્યા માં જોડાયા છે. પ્રાપ્ત વિગત મુજબ કાલાવડથી ઘેલાસોમનાથ સુધી 400 કેવી.અને 765 કેવી.ની ડબલ સર્કીટ લાઇન માટે હેવી ટ્રાન્સમિશન ટાવર ખેતરો માં ઉભા કરાતા હોય ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.કોઇ પણ નોટીસ વગર કે કોઇ પણ વળતર આપ્યા વગર વિજ કંપની મનમાની કરી ખેડૂતોની જમીનનાં વિઘા ઓછા કરી રહ્યાનુ ખેડુતો એ જણાવ્યું હતું.

ઉપવાસી છાવણી માં બેઠેલા ગીતાબેન ખાખરીયાએ જણાવ્યુ કે કોઈને પાંચ વીઘા કે દશ વીઘા જેટલી ખેત જમીન હોય તેમાથી વિજ લાઇન નીકળવીની હોય તો ખેડુતો એ કરવાનું શું? રાજુભાઇ સખીયાએ કહ્યુ કે ગુજરાત ટ્રાન્સમિશન એનર્જી કોર્પોરેશન દ્વારા આ કામગીરી કરાય છે.જેનાં ખેતર માંથી વિજપોલ તથા વિજલાઇન પસાર થાય તે તે ખેડૂત ને વળતર ની કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. તેવું જણાવ્યું હતું.

આગામી દિવસો માં ઉપવાસ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવુ ખેડુતો એ જણાવ્યું છે. આંદોલન બિન રાજકીય હોય ઉપવાસી છાવણીમાં રાજકીય પદ ધરાવતા કોઇ પણ પાર્ટીનાં વ્યક્તિ એ આવવું નહી તેવું બોર્ડ મારી દેવાયું છે. બીજી બાજુ આપનાં નેતા જીગીશાબેન પટેલે વિડીયો વાયરલ કરી કહ્યુ કે ગોંડલ પંથકમાં આંબરડી, ખડવંથલી, બેટાવડ, મોવીયા, ગોમટા, માંડણકુંડલા, શિવરાજગઢ, શ્રીનાથગઢ, કમરકોટડા, જામવાડી સહિત ગામો માં વિજલાઇન પસાર થવાની છે.તેમણે કહ્યુ કે એક ઉદ્યોગપતિ નાં ફાયદા માટે સરકાર ખેડુતો નાં ખેતર પડાવી રહીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *