SRHની માલિક કાવ્યા મારન મ્યુઝિક કમ્પોઝર અનિરૂધ્ધ સાથે સાત ફેરા લેશે

તમિલ સિનેમા અને બોલિવૂડમાં પોતાના ધમાકેદાર મ્યુઝિકથી ધૂમ મચાવનાર પ્રખ્યાત કમ્પોઝરના લગ્નને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓનો…

તમિલ સિનેમા અને બોલિવૂડમાં પોતાના ધમાકેદાર મ્યુઝિકથી ધૂમ મચાવનાર પ્રખ્યાત કમ્પોઝરના લગ્નને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓનો અંત લાવતા, મ્યુઝિક ડાયરેક્ટર અને Anirudh Ravichander Kavya Maranના લગ્નની ખબરો પર આખરે તેમના જ પરિવારના સભ્યએ સત્તાવાર મહોર લગાવી દીધી છે.

સાઉથ સિનેમાની ફિલ્મોથી લઈને શાહરૂૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ’જવાન’ માં પોતાના સંગીતનો જાદુ વિખેરનાર અનિરુદ્ધ રવિચંદર અને આઈપીએલ (IPL) ની પ્રખ્યાત ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારનના અફેરની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી . બંને ઘણીવાર સ્ટેડિયમમાં અથવા હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સમાં એકસાથે જોવા મળતા હતાં.

હવે આ સંબંધ પર ખુદ અનિરુદ્ધના સગા કાકા અને વરિષ્ઠ તમિલ અભિનેતા વાય. જી. મહેન્દ્રને જાહેરમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે ક્ધફર્મ કર્યું છે કે બંને પરિવારોની સહમતિથી કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્ન લેવાઈ રહ્યા છે. આ જાહેરાત બાદ ક્રિકેટ જગત અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ફેન્સમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે. અનિરુદ્ધ સાઉથના દિગ્ગજ કલાકાર રવિ રાઘવેન્દ્રનો પુત્ર છે, જ્યારે તેની માતા લક્ષ્મી એક પ્રખ્યાત ક્લાસિકલ ડાન્સર છે. આ સિવાય, ઇન્ડસ્ટ્રીના થલાઇવા એટલે કે સુપરસ્ટાર રજનીકાંતની પત્ની લતા રવિચંદર સંબંધમાં અનિરુદ્ધની માસી થાય છે . આ નાતે રજનીકાંત સંબંધમાં અનિરુદ્ધના માસા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *