વાંકાનેરના રાતાવીરડામાં ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા દિયરનો આપઘાત

રાતાવીરડા નજીક કામ કરતા યુવાનને ભૂખ લાગી હતી અને ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા લાગી આવતા રૂૂમ બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા…

રાતાવીરડા નજીક કામ કરતા યુવાનને ભૂખ લાગી હતી અને ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા લાગી આવતા રૂૂમ બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત થયું હતું.

મૂળ ઓરિસ્સાના વતની હાલ વાંકાનેરના રાતાવીરડા નજીક કલર ગ્રેનાઈટો સિરામિકમાં રહીને કામ કરતા સાનિયાસિંઘ મદનસિંઘ (ઉ.વ.21) નામના યુવાન નાઈટ ડ્યુટી કરી રૂૂમે આવ્યા હતા અને ભૂખ લાગી હોય અને તેની સાથે રહેતી ભાભી સુનીબેન કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી ગઈ હતી જેથી મનમાં ખોટું લાગી જતા રિસાઈ ગયા હતા અને પોતાનો રૂૂમ બંધ કરી જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

જુગાર રમતા ઝડપાયા
લાલપર ગામે આવેલી દુકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂૂ 1,00,930 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી જયેશ અમરશીભાઈ દલસાણીયાની લાલપર ગામની સીમમાં આવેલ ઇશાન કોમ્પ્લેક્ષમાં બેસીમ કોર્પોરેશન પ્રથમ માળે દુકાન નં એફ 03 માં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી દુકાનમાં જુગાર રમતા જયેશ અમરશીભાઈ દલસાણીયા, કપિલ ભગવાનજી ભાઈ અઘારા, હિતેષ જેરામભાઈ વિઠ્ઠલાપરા, મનસુખ અંબારામભાઈ દેત્રોજા અને દેવકરણ આંબાભાઈ ભાડજા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂૂ 1,00,930 જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *