શાપરમાં ગેસનો બાટલો બદલતી વખતે ભભૂકેલી આગમાં માતા-પુત્ર દાઝયા

શાપરમાં ગેસનો બાટલો બદલતી વખતે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં માતા-પુત્ર દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…

શાપરમાં ગેસનો બાટલો બદલતી વખતે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં માતા-પુત્ર દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં રહેતા નયન પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.30)અને તેની માતા ભાવનાબેન પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.52)પોતાના ઘરે ગેસનો બાટલો બદલતા હતા. ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં માતા-પુત્ર બંન્ને દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બીજા બનાવમાં લોધીકાના પીપરડી ગામે ખેત મજૂરી અર્થે આવેલી ટીંકુબેન દેવલાભાઇ ભુરીયા નામની 25 વર્ષની પરિણીતાને છોકરાને મારવા મુદ્દે પતિએ ઠપકો આપ્યો હતો. જે ઠપકાથી માઠુ લાગતા ટીંકુબેન ભુરીયાએ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *