જામનગરમાં 28 વર્ષથી ફરાર અને 5 હજારનો ઈનામી આરોપી ઝડપાયો

જામનગર જિલ્લાના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999માં નોંધાયેલા લૂંટના ગુનામાં છેલ્લા 28 વર્ષથી ફરાર રહેલા અને 5 હજાર રૂૂપિયાના ઈનામી આરોપીને લાલપુર પોલીસે મધ્ય…

જામનગર જિલ્લાના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999માં નોંધાયેલા લૂંટના ગુનામાં છેલ્લા 28 વર્ષથી ફરાર રહેલા અને 5 હજાર રૂૂપિયાના ઈનામી આરોપીને લાલપુર પોલીસે મધ્ય પ્રદેશમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમ રચવામાં આવી હતી. ટેક્નિકલ વિશ્ર્લેષણ અને બાતમીના આધારે મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરતાં આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

છેલ્લા 28 વર્ષ થી નાસતા ફરતા પકડાયેલ આરોપી વાલુસિંહ ઉર્ફે વાલુસન માનસિંહ બિલવાવ (ઉંમર 50 વર્ષ), રહેવાસી બડી માંડલી, જિલ્લો ઝાબુઆ, મધ્ય પ્રદેશ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી સામે પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 395 અને 397 હેઠળ ગુનો નોંધાયેલ હતો અને તે છેલ્લા 28 વર્ષથી ફરાર હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત ભાવનગર જિલ્લામાં પેટ્રોલ પંપ પર લૂંટના પ્રયાસ સાથે સંકળાયેલા હોવાની વિગતો પણ સામે આવી છે. આ સફળ કામગીરી લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. ગળચર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના જવાનોએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *