વકીલોની હડતાલના એલાનના પડઘા; યુનિટ જજ કરશે મીટિંગ

બે ન્યાયાધીશની ગેર વર્તણૂક મુદ્દે યોગ્ય નિર્ણય નહીં આવતાં બાર એસો. દ્વારા તમામ કોર્ટના બહિષ્કારનો ઠરાવ કરાયો’તો રાજકોટના બે જજીસ દ્વારા વકીલો સાથે અપમાનકારી વર્તણુક…

બે ન્યાયાધીશની ગેર વર્તણૂક મુદ્દે યોગ્ય નિર્ણય નહીં આવતાં બાર એસો. દ્વારા તમામ કોર્ટના બહિષ્કારનો ઠરાવ કરાયો’તો

રાજકોટના બે જજીસ દ્વારા વકીલો સાથે અપમાનકારી વર્તણુક મામલે રાજકોટ બાર એસોસિએશન દ્વારા અગાઉ બે કોર્ટના બહિષ્કારના એલાન છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા ગઈકાલે બાર એસો.ની કારોબારી દ્વારા તા.29ને સોમવારે રાજકોટની તમામ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી વકીલોની હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે રાજકોટના યુનિટ જજ હાઇકોર્ટ જસ્ટિસ ઇલેશ વોરા દ્વારા આજે સાંજે 4:30 વાગ્યે બાર એસોસિએશન સાથે વિડિયો કોંફરન્સથી મીટીંગ યોજવામાં આવશે અને જો આ મિટિંગમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો સોમવારની હડતાલ ચાલુ રહેશે તેમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટ કોર્ટમાં બે જ્યુડિશિયલ ઓફિસર દ્વારા વકીલો સાથે અપમાનકારી વર્તણુક મામલે વકીલો દ્વારા 8 દિવસથી બે કોર્ટનો બહિષ્કાર કરવામાં આવ્યા બાદ પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, આ બંને કોર્ટ પાસે રહેલા પોલીસ સ્ટેશનના ચાર્જ નહીં લઇ લેવાતા વારંવાર રજૂઆત છતા પણ કોઈ પગલા નહીં લેવાતા સોમવારે મેઇન બાર એસોસિએશનની આગેવાની હેઠળ પેટા બાર એસોસિએશનઓ દ્વારા પણ કોર્ટનો સજ્જડ બહિષ્કાર કરવાનું નક્કી કરેલ છે અને દરવાજે સૂત્રોચાર કરી વકીલ એકતાના દર્શન કરવાનું નક્કી કરાર્યું છે, અને ભવિષ્યમાં વધુને વધુ જલદ કાર્યક્રમોની ચીમકી આપવામાં આવી હતી.

વકીલોની નારજગીને પગલે રાજકોટના યુનિટ જજ હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ વોરાએ આજરોજ રાજકોટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની ચેમ્બરમાં વિડિયો કોન્ફરન્સથી બાર એસોસિએશન સાથે આજે સાંજે 4:30 વાગ્યે મીટીંગ કરવાનું નક્કી કર્યું છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનના સભ્યો અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સામેલ થશે. મીટિંગમાં જો યોગ્ય નિર્ણય નહીં થાય તો સોમવારની હડતાલ ચાલુ રાખવામાં આવશે, તેમ બાર એસોસિયેશન દ્વારા જણાવાયું છે.

બાર એસો.ના ઠરાવને અન્ય વકીલ મંડળનું સમર્થન
રાજકોટ કોર્ટના બે જજની વકીલો સાથે ગેરવર્તણુક મામલે બાર એસોસિએશન દ્વારા બે કોર્ટના બહિષ્કાર બાદ તા.29 જૂનને સોમવારે રાજકોટની તમામ કોર્ટના બહિષ્કારના રાજકોટના મુખ્ય બાર એસોસિએશનના ઠરાવને ક્લેમ બાર એસોસિએશન, મહિલા બાર એસોસિએશન, નોટરી બાર એસોસિએશન, રેવન્યુ બાર એસોસિએશન, ક્ધઝ્યુમર બાર એસોસિએશને ટેકો જાહેર કરી બાર એસોસિએશનના હડતાલના ઠરાવને સમર્થન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *