શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી લોન ક્ધસલ્ટન્ટ સાથે રૂપિયા 31 લાખની છેતરપિંડી

ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઇટ્સ બિલ્ડિંગમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર આર.કે. સુપ્રિમમાં ભગવતી એન્ટરપ્રાઇઝ નામે ભાગીદારીમાં પેઢી ધરાવી કમિશન એજન્ટ તરીકે લોન…

ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઇટ્સ બિલ્ડિંગમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર આર.કે. સુપ્રિમમાં ભગવતી એન્ટરપ્રાઇઝ નામે ભાગીદારીમાં પેઢી ધરાવી કમિશન એજન્ટ તરીકે લોન ક્ધસલ્ટન્ટનું કામ કરતા ભાવેશભાઈ ચંદુભાઈ સોલંકી (ઉ.વ. 50)ને શેરબજારમાં માસિક પ ટકાના વળતરની લાલચ આપી સુરતના દિવ્યેશ કાંતિભાઈ ત્રાડાએ રોકાણ કરાવી રૂા. 31 લાખની છેતરપિંડી કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ભાવેશભાઈએ પોલીસને જણાવ્યું કે 2023માં ધંધાના કામે આરોપી દિવ્યેશ ત્રાડા (રહે. શાલિગ્રામ ફ્લોરા, પાસોદરા, સુરત) સાથે સંપર્ક થયો હતો. આ સમયે આરોપીએ તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને શેર બજાર બ્રોકિંગની ખાનગી કંપનીના એજન્ટ હોવાની ઓળખ આપી રોકાણ કરવાના ફાયદા સમજાવ્યા હતા. પરંતુ શેરબજાર વિશે કોઈ માહિતી ન હોવાથી રોકાણની ના પાડી હતી. તેણે 2024માં તેની ઓફિસ આર.કે. સુપ્રિમ બિલ્ડિંગમાં શિફ્ટ કરતા આરોપી ત્યાં તેને અવારનવાર મળવા આવતો હતો. ત્યારબાદ આરોપીએ રાજકોટમાં પણ 2024માં શ્રીહરી ક્ધસલ્ટન્સી નામે ઓફિસ શરુ કરી હતી. તેના સંબંધ સહિત ત્રણ સંભાળતા હતા. જ્યારે તેની સુરતની ઓફિસમાં બે ભાગીદારો હતા.

આરોપી અવારનવાર રાજકોટ આવતા ત્યારે મળતો હતો. આ સમયે તેણે ’હું શેર બજાર બ્રોકર કંપનીમાં ઓથોરાઈઝ છું, ઘણા લોકોનું રોકાણ કરાવી સારો નફો વળતર અપાવું છું, તમને કમિશન બાદ કરી પ થી 7 ટકા વળતર મળશે.’ તેમ વાત કરતા ભરોસો મુકી તેણે આરોપીના બેંક ખાતામાં પોતાના, પત્ની અને ભાગીદાર ધવલભાઈ અમરેલીયાના મળી કુલ રૂા. 31 લાખની રકમ જમા કરાવી હતી. જે બાબતે પ્રોમીસરી નોટ પણ લખાવી હતી. શરૂઆતમાં ત્રણ માસ 7 ટકા વળતર જમા કરાવ્યા બાદ નવેમ્બર-2024માં આરોપી બહાના બતાવવા લાગતા તેની પાસે રોકાણની રકમ પરત માંગતા જાન્યુઆરી-2025 ની મુદ્દત માંગી હતી.

પરંતુ જાન્યુઆરીમાં પણ રકમ નહીં આપી અલગ-અલગ સમયનું કહી બહાના બતાવી અંતે 21-4-25ના તેના, તેની પત્ની અને ભાગીદાર ધવલના નામે ત્રણ ચેક આરોપીએ મોકલ્યા હતા. જે ચેક બેંકમાં ડીપોઝીટ કરાવતાં આરોપીએ સ્ટોપ પેમેન્ટ કરાવતા રીટર્ન થયો હતો. એટલું જ નહીં આરોપીએ દસ થી બાર લોકો પાસેથી રૂપિયા લીધા હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *