ઢેઢુકી ગામની સીમમાં નાગરાજ હોટેલના કમ્પાઉન્ડમાંથી 63.83 લાખનો દારૂ ઝડપાયો

  સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી અને સફળ રેડ પાડીને હાઈવે પરથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

 

સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી અને સફળ રેડ પાડીને હાઈવે પરથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાયલાથી ચોટીલા-રાજકોટ તરફ જતા રોડ ઉપર ઢેઢુકી ગામની સીમમાં આવેલી નાગરાજ હોટલના કમ્પાઉન્ડમાં ઊભેલા એક ટ્રકમાંથી પોલીસે દારૂ શોધ્યો હતો. આ અંગે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના આણંદ મૂળ મહેકમ ધરાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સમીરખાન ઇકબાલખાન દ્વારા સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવવામાં આવ્યો છે. જેમાં તા.24-6એ સવારે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બુટલેગરોએ વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે ટ્રક ક્ધટેનર નંબર ઇંછ 56 અ 7860ની સ્થળ પરથી હરિયાણાના ડ્રાઈવરને દારૂના જથ્થા સાથે દબોચી લીધો છે. આ કરણસીહ કાલુરામ શ્રીરામ ઉં. 30 રહે મેહુવાલા, ભટુકલા, ફતેહાબાદ, હરીયાણાને વિદેશી દારૂની બોટલ કિંમત 63,83,300, ટ્રક-ક્ધટેનર કિંમત 29,28,000, મોબાઇલ 2 કિંમત 15,000, તાડપત્રી 2,200, ગાડીના સાધનિક કાગળો કુલ જપ્ત મુદ્દામાલ 93,26,500 ઝડપાયો હતો.

જેની પૂછપરછમાં અન્ય નામો ખુલ્યા હતા. જેમાં ઇન્દજીત જાની જાટ રહે. ભટુકલા ખાબડા રોડ, જી. ફતેહાબાદ, હરીયાણ, વિદેશી દારૂનો જથ્થો મોકલનાર, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સુરેન્દ્રનગર પંથકનો અજાણ્યો ઇસમ, ગુનામાં સંડોવાયેલ ટ્રક ક્ધટેનરના અસલી માલિક સામે ગુનો નોંધ્યો છે.

આ નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી રાજકોટ હાઇવે પર એક શંકાસ્પદ ક્ધટેનર હોટલ નાગરાજ પાસે પાર્ક હતું. પોલીસે રેડ કરી ત્યારે ટ્રકની પાછળ તાડપત્રી અને દોરડા વ્યવસ્થિત બાંધેલા હતા. પ્રથમ દ્રષ્ટિએ ટ્રકમાં કશું અજુગતું ન લાગ્યું. પરંતુ ડ્રાઈવરની અટકાયત કરી તપાસ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગયા હતા.
બુટલેગરોએ ક્ધટેનરની અંદર આખી પ્લાયવુડની નકલી બોક્સ ઊભા કરી દીધા હતી. એ પ્લાયવુડના કમ્પાઉન્ડને તોડતા જ અંદરથી લાખો રૂપિયાની કિંમતની વિદેશી દારૂની પેટીઓ અને બોટલોનો મોટો જથ્થો નીકળવા માંડ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *