ફ્રાસમાં મ્યુઝિક ફેસ્ટિવલમાં મહિલાઓ પર યૌન હુમલા, ચપ્પાબાજી, હિંસક અથડામણો

ભીડભાડ દરમિયાન મહિલાઓને સિરીંજ ભોંકવામાં આવી : 243ની ધરપકડ ફ્રાન્સમાં દર વર્ષે યોજાતો પ્રખ્યાત “F&te de la Musique’ (વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલ) આ વર્ષે સંગીતના સૂર…

ભીડભાડ દરમિયાન મહિલાઓને સિરીંજ ભોંકવામાં આવી : 243ની ધરપકડ

ફ્રાન્સમાં દર વર્ષે યોજાતો પ્રખ્યાત “F&te de la Musique’ (વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલ) આ વર્ષે સંગીતના સૂર અને ઉજવણીના બદલે હિંસા, યૌન અપરાધો અને અંધાધૂંધીના કારણે ચર્ચામાં આવ્યો છે. લાખો લોકોની હાજરીવાળા આ રાષ્ટ્રીય ઉત્સવ દરમિયાન મહિલાઓ પર સિરીંજ (ઈન્જેક્શન)થી હુમલા, દુષ્કર્મ, ચપ્પાબાજી અને રસ્તાઓ પર હિંસક અથડામણ જેવી ઘણી ગંભીર ઘટનાઓ સામે આવી છે. આ મામલે દેશભરમાંથી 243 માણસોની ધરપકડ કરાઇ છે.

મીડિયા અહેવાલો અનુસાર, પેરિસ સહિત દેશના ઘણા શહેરોમાં મહિલાઓએ ભીડભાડ દરમિયાન તેમને સિરીંજ (સોય) ભોંકવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ હુમલા બાદ કેટલીક પીડિત મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પેરિસના બુલેવાર્ડ ડે લા મેડેલીન વિસ્તારમાં એક મહિલા પર સિરીંજથી હુમલો થયા બાદ તે બેભાન થઈ ગઈ હતી, જેને ઈમરજન્સીમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલ તપાસ એજન્સીઓ એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ સિરીંજમાં કોઈ નશીલો કે જોખમી પદાર્થ હતો કે નહીં.
ફેસ્ટિવલ દરમિયાન યૌન હિંસાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનોમાં દુષ્કર્મ અને યૌન શોષણને લગતી ફરિયાદો નોંધાવવામાં આવી છે. જોકે, સત્તાધારી અધિકારીઓએ હજુ સુધી તમામ કેસોની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ તપાસ તેજીથી શરૂૂ કરી દેવામાં આવી છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભોગ બનનારાઓમાં સગીરો પણ સામેલ હોઈ શકે છે.

આ મ્યુઝિક ફેસ્ટિવલમાં હિંસા માત્ર યૌન અપરાધો પૂરતી સીમિત નહોતી રહી. પેરિસના ઘણા વિસ્તારોમાં ચપ્પાબાજી, મારામારી અને જૂથ અથડામણના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના વ્યસ્ત એવા શાતલે વિસ્તારમાં અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સાંકડા રસ્તાઓ પર ભારે ભીડ વચ્ચે અચાનક ફાટી નીકળેલી હિંસાને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બ્રિટનથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું કે, સ્થિતિ એટલી ખતરનાક હતી કે અલગ-અલગ જગ્યાએ લડાઈઓ થઈ રહી હતી અને લોકોને બચવા માટે બહાર નીકળવાનો રસ્તો પણ નહોતો મળતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *