સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર મનોરોગી આશ્રમ માનવ મંદિર આવેલું છે. આ આશ્રમ માં છેલ્લા 13 વર્ષથી રખડતા ભટકતા મનોરોગી મહિલાઓની વિનામૂલ્ય સારવાર કરી પૂનમ જીવન પ્રાપ્ત કરવાનો આશ્રમના મહંત ભક્તિ બાપુ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભક્તિ બાપુને છેલ્લા બે વર્ષથી એવો વિચાર આવ્યો કે ગ્રામ્ય વિસ્તારમાં મંદિરો ની પૂજા કરતા પૂજારીઓ પોતાના બાળકોના અભ્યાસ કરાવવા માટે મંદિરની પૂજા છોડી શહેર તરફ વળી રહ્યા છે અને મંદિર પૂજા વગરનો રહેશે આ પીડા થી તેમણે ગત વર્ષે પોતાના જ આશ્રમમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ભણાવવાનો અને સંપૂર્ણ ખર્ચ ઉપાડવાનો નિર્ણય કરી કુમાર છાત્રાલય શરૂૂ કર્યું અને આ વર્ષે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે માર્ગે સાધુ ની દીકરીઓનું ક્ધયા છાત્રાલય ખુલ્લુ મુકવામાં આવ્યું.
આ પ્રસંગે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ જુનાગઢ થી શેરનાથ બાપુ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રની મોટી જગ્યાઓના મહામંડલેશ્વર શ્રીઓ અને 25 જેટલા કથાકારો તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત થયા હતા અત્યાર સુધીમાં માનવ મંદિર આશ્રમમાં 24 જેટલી મનોરોગી મહિલાઓ નિર્માણ પામી છે તેમના નિમિત્તે ભંડારા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ જગ્યાઓ અને મંડળોના 600 ઉપરાંત સાધુ-સંતોને પણ નિમંત્રિત કરવામાં આવ્યા હતા તેમને તમામને સ્ટીલના બેડા ભેટ આપવામાં આવ્યા હતું. પૂજ્ય મોરારીબાપુએ ભક્તિ બાપુને એક સાચા સેવા ના ભેદભરી ગણાવ્યા હતા. મુક્તાનંદ બાપુ તેમજ શેરનાથ બાપુ સહિતના 11 જેટલા મહામંડલેશ્વર શ્રીઓ એ પણ પોતાના વક્તવ્યમાં આ વિચાર અને આ સેવાને આવુ કરી હતી આ પ્રસંગે વિશાળ સંખ્યામાં સાધુ સંતો નગરજનો અને સેવક ગણ ઉપસ્થિત રહ્યા હતા બગસરાના લુંઘીયા તેમજ સુરાવડ અને નજીકમાં આવેલ કાના તળાવ તેમજ હાથસણીના મોટી સંખ્યામાં સેવકોએ તમામ વ્યવસ્થાની સેવામાં સહયોગ આપ્યો હતો.
