ભીમ અગિયારસ પૂર્વે જ પત્તાપ્રેમીઓનો ‘તીનપત્તી’નો રંગ વિખેરાયો : 4 દરોડામાં બે મહિલા સહિત 30 પકડાયા

સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના તહેવાર ઉપર જુગાર રમવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે. ભીમ અગિયારસનો તહેવાર નજીક આવતા જ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ થતા…

સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના તહેવાર ઉપર જુગાર રમવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે. ભીમ અગિયારસનો તહેવાર નજીક આવતા જ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ થતા હોય છે. દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવા પોલીસ પણ એલર્ટ બની કડક કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ધોસ બોલાવી પતા પ્રેમીઓનો તીનપતિનો રંગ વીખી નાખ્યો હતો. ગાંધીગ્રામ, નવાગામ, માંડા ડૂંગર અને ગઢકા ગામે ચાલતા જુગારધામ ઉપર પોલીસે ત્રાટકી પતા ટીંચતી બે મહિલા સહિત 30 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂા.81790નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન આજીડેમ ચોકડી નજીક માંડા ડૂંગરમાં આવેલા હરસિધ્ધી પાર્ક શેરી નં.4માં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા વિનોદ ચનાભાઇ જાદવ, યોગેશ કરશનભાઇ ધુસડીયા, સુરેશ બાબુભાઇ મકવાણા, હંસરાજ ગોકળભાઇ મેર, જયેશ ભૂપતભાઇ મકવાણા, અશ્ર્વિન ધનજીભાઇ હાંડા, હાર્દિક પ્રવિણભાઇ રાઠોડ, રમેશ કરશનભાઇ માલકીયા, હિંમત જેરામભાઇ ચાવડા, મેહુલ વિજયભાઇ જાદવ, વિકાસ વિનોદભાઇ જાદવ, સુરેશ રવજીભાઇ રાજપરા અને અનીલ વિનોદભાઇ જાદવને ઝડપી પાટી પટમાંથી રૂા.43550ની રોકડ કબજે કરી હતી.

બીજા દરોડામાં આજીડેમ પોલીસે ગઢકા ગામે મુરલીધર કોલેજની સામે વાડી નજીક ચાલતા જુગારધામ ઉપર ત્રાટકી જુગાર રમતા કાનજી ભગવાન સરવૈયા, જય બાબુભાઇ પીપળીયા, શૈલેષ સગરામભાઇ બારૈયા, માવજી જશમતભાઇ ઉતેડીયા, હિરા ગોવાભાઇ ચાંડપા, સાગર ગોરર્ધનભાઇ સરવૈયા, મુનીરાબેન અબાશભાઇ બ્લોચ અને કિરણબેન રમેશભાઇ ગોવાણીને ઝડપી પાડી રૂા.14400ની રોકડ કબજે કરી હતી.

ત્રીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ વિસ્તારમાં જીવતીંકાનગર શેરી નં.1માં બંધ કારખાનામાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી પતા ટીંચતા મીતેષ મનસુખભાઇ ચૌહાણ, વિજય કિશોરભાઇ પરમાર અને જીતેન્દ્ર સવજીભાઇ ચાવડાને ઝડપી લઇ પટમાંથી રૂા.11600ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોથા દરોડામાં કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે નવાગામમાં રંગીલા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી પતા ટીંચતા સંજય વાધાભાઇ સરવૈયા, ભરત લાલજીભાઇ મકવાણા, પ્રવિણ છન્નાભાઇ સાકરીયા, રાજેશ બચુભાઇ કુમારખાણીયા, ગોરધન રણછોડભાઇ મેણીયા અને રાયધન હકાભાઇ પરાલીયાને પકડી પાડી રૂા.12240ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *