ગોંડલ યાર્ડના મેતાજીને રાજકોટની કંપનીએ રૂની વાટ બનાવવાનું મશીન વેચી છેતર્યા

સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી ઘરબેઠા મોટી કમાણી કરવાની લાલચ આપી નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી આચરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો…

સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી ઘરબેઠા મોટી કમાણી કરવાની લાલચ આપી નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી આચરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો ગોંડલમાં બન્યો છે. જ્યાં યુટ્યુબ રૂૂ માંથી વાટ બનાવવાની આકર્ષક અને ખોટી જાહેરાતો પ્રસારિત કરી ગ્રાહકોને છેતરતી રાજકોટ સ્થિત ‘એમ.જે. કોટન’ નામની બ્રાંચ વિરૂૂદ્ધ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગોંડલના મોટી બજાર, સંઘાણી શેરી વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડની પેઢી મેતાજી તરીકે નોકરી કરતા પાર્થભાઈ ભુપતભાઈ સોલંકી (ઉં.વ. 28) એ આ મામલે રાજકોટ સ્થિત ‘એમ.જે. કોટન’ નામની બ્રાંચ વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 01/06/2026ના રોજ તેમના પત્ની જલ્પાબેન યુટ્યુબ પર વીડિયો જોઈ રહ્યા હતા, ત્યારે ‘રાધે એન્ટરપ્રાઇઝ’ જેનું હાલનું નામ ‘એમ.જે. કોટન છે. તે સંસ્થાનો રૂૂની વાટો (દિવેટ) બનાવવાની મશીનરી અંગેનો એક વીડિયો જોયો હતો. ઘરબેઠા રોજગારી મેળવવાના આશયથી પાર્થભાઈએ વીડિયોમાં દર્શાવેલા મોબાઈલ નંબર પર સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ, 2 જૂન 2026ના રોજ તેઓ રાજકોટ બસ સ્ટેશનના ચોથા માળે આવેલી ‘એમ.જે. કોટન’ની બ્રાંચ પર રૂૂબરૂૂ ગયા હતા. ત્યાં ઉપસ્થિત સ્ટાફે લોભામણી વાતો કરતા જણાવ્યું હતું કે, આ આધુનિક મશીન માત્ર 3 થી સવા 3 કલાકમાં 1 કિલો રૂૂ માંથી 10,000 નંગ ગુણવત્તાયુક્ત વાટો બનાવી આપશે. એટલું જ નહીં, કંપની પોતે જ કાચો માલ (રૂૂ) આપશે અને તૈયાર થયેલી વાટો પરત ખરીદી લેશે, જેથી ઘરબેઠા સારી આવક થશે. આ વાતોમાં આવી જઈને ફરિયાદીએ રૂૂ. 49,000 ઓનલાઈન ચૂકવી મશીન ખરીદ્યું હતું.

પાર્થભાઈ જ્યારે મશીન ઘરે લાવ્યા અને સ્ટાફની સૂચના મુજબ મશીન ચાલુ કર્યું, ત્યારે કંપનીના દાવાઓની પોકળતા સાબિત થઈ હતી. 1 કિલો રૂૂ ની વાટો બનાવવા માટે 3 કલાકના બદલે આશરે 8 કલાક જેટલો લાંબો સમય લાગતો હતો અને તેનાથી બનતી વાટોની ગુણવત્તા પણ અત્યંત ખરાબ હતી.

આ અંગે પાર્થ ભાઈ અને તેમના પત્નીએ રાજકોટ બ્રાંચ પર જઈને મેનેજર અંકિતભાઈ મહિડા તથા સ્ટાફ સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ મેનેજરે ઉદ્ધત વર્તન દાખવી આમાં સમય લાગશે, ધીરજ રાખવી પડશે,તેમ કહી મશીન પરત લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. યુટ્યુબ ચેનલ પર ખોટી જાહેરાતો પ્રસારિત કરી આર્થિક નુકસાન અને છેતરપિંડી આચરી હોવાનું જણાતા આખરે ફરિયાદીએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. ગોંડલ સિટી પોલીસ મથકમાં આ મામલે રાજકોટની એમ.જે. કોટન’ નામની બ્રાંચના જવાબદાર વ્યક્તિઓ તેમજ મેનેજર સામે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *