લીંબડીના પાણશીણામાં જુગારનો દરોડો, 10 જુગારીને ઝડપી લીધા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહી/જુગારના કેસો શોધી કાઢી આવી બદીને નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે SOG…

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહી/જુગારના કેસો શોધી કાઢી આવી બદીને નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જઘૠના હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ વાઘેલાને મળેલી બાતમીના આધારે લીંબડી તાલુકાના પાણશીણા ગામે જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા દસ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પોલીસે રોકડા ₹29,060 અને આઠ મોબાઈલ ફોન (કિંમત ₹35,500) સહિત કુલ ₹64,560નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા તમામ દસ આરોપીઓ વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જુગારમાં પકડાયેલા આરોપીઓમાં દિલીપભાઈ લખમણભાઈ ચૌહાણ (પાણશીણા), જાવેદભાઈ એહમદભાઈ શેખ (અમદાવાદ), હનીફભાઈ અકબરભાઈ ટીંબલીયા (રળોલ), રાજેભાઈ અલાઉદીનભાઈ વારૈયા (રળોલ), દેવાભાઈ કાનાભાઈ ગોહીલ (કટારીયા), કાળુભાઈ મગનભાઈ ગોયલ (પાણશીણા), મનજીભાઈ મોહનભાઈ ચૌહાણ (પાણશીણા), જીગ્નેશભાઈ ઉર્ફે લાલાભાઈ હરગોવિંદભાઈ મકવાણા (લીંબડી), રવિભાઈ ઈશ્વરભાઈ માધર (પાણશીણા) અને મામજીભાઈ સલમાનભાઈ સંઘરીયાત (રળોલ)નો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના PI બી.એચ. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એ. રાયમા, SOG શાખાના PSI ઝેડ.એલ. ઓડેદરા તથા સ્ટાફના HC મુનાભાઈ રાઠોડ, PC વજાભાઈ સાનીયા, PC ભરતભાઈ સભાડ, PC કુલદીપસિંહ ગોહીલ, PC મિતભાઈ મુંજપરા, PC અનિરુદ્ધસિંહ ઝાલા અને HC અશ્વિનભાઈ વાઘેલા સહિતની ટીમે ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *