ભારત સામેની બે મેચની T20I શ્રેણી માટે આયર્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે. આયર્લેન્ડે 26 જૂનથી શરૂૂ થનારી શ્રેણી માટે નવા T20I કેપ્ટનની નિમણૂક કરી છે. જમણા હાથના બેટ્સમેન લોર્કન ટકરને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે પોલ સ્ટર્લિંગનું સ્થાન લે છે.
સ્ટર્લિંગ ઈજાથી પીડાઈ રહ્યો છે અને પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. સ્ટર્લિંગ સહિત છ ખેલાડીઓ ઘાયલ હતા, જેના કારણે તેમની પસંદગી કરવામાં આવી ન હતી. આયર્લેન્ડે ટીમમાં ભારતીય મૂળના એક ખેલાડીનો પણ સમાવેશ કર્યો છે. તેનું નામ જય મુન્દ્રા છે, જે ડાબા હાથનો ઝડપી બોલર છે.
ભારત સામે ટી-20 શ્રેણી માટે આયર્લેન્ડની ટીમમાં લોર્કન ટકર (કેપ્ટન), રોસ એડેર, બેન કોલ્ટ્રીજ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, મેથ્યુ હમ્ફ્રીઝ, ગેવિન હોય, મેથ્યુ હોલાર્ડ, લિયામ મેકકાર્થી, જય મુન્દ્રા, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર, રૂૂબેન વિલ્સનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આયર્લેન્ડ શ્રેણી માટે ભારતની ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, અભિષેક શર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતિશ રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.
ભારત-આયર્લેન્ડ T20 શ્રેણીનું શેડ્યૂલ
પહેલી ટી-20 મેચ 26 જૂને બેલફાસ્ટમાં સાંજે 6 વાગ્યે ભારતીય સમય મુજબ શરૂૂ થશે.
બીજી ટી-20 મેચ 28 જૂને સાંજે 6 વાગ્યે બેલફાસ્ટમાં રમાશે.
