જનતા જનાર્દન સોસાયટીમાંથી ઓનલાઇન આઇડીનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

શહેરના રેસકોર્સ રીંગરોડ પર આવેલી જનતા જનાર્દન સોસાયટીમાંથી પોલીસે બાતમીના આધારે હાલમાં ચાલી રહેલી મહિલા ટી-20 મેચ પર ઓનલાઇન આઇડીનો સટ્ટો રમતા શખ્સને ઝડપી લઇ…

શહેરના રેસકોર્સ રીંગરોડ પર આવેલી જનતા જનાર્દન સોસાયટીમાંથી પોલીસે બાતમીના આધારે હાલમાં ચાલી રહેલી મહિલા ટી-20 મેચ પર ઓનલાઇન આઇડીનો સટ્ટો રમતા શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ પીસીબીના હેડકોન્સ્ટેબલ ઉમેશ ચાવડા, દિલીપ બોરીચા, કોન્સ્ટેબલ વિશાલ દવે સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમ્યાન રેસકોર્સ રીંગરોડ પર જનતા જનાર્દન સોસાયટીમાં રોડ પર એક શખ્સ મોબાઇલમાં ઓનલાઇન આઇડીનો સટ્ટો રમતો હોવાની ચોકકસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જામનગર રોડ નંદનવન સોસાયટીમાં અૃમત રેસીડેન્સીમાં રહેતા પરેશ લલીતભાઇ ઝાલાને ઝડપી લઇ તેના મોબાઇલની તલાશી લેતા તેમાં ARMY 7777.COM નામની આઇડી ખુલ્લી હોય જેમાં હાલમાં ચાલી રહેલી મહિલા ટી-20 વર્લ્ડકપની સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમતો હોવાનુ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *