વિદેશી-દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા, રૂા.4.24 લાખનો મુદ્દામાલ કબજે

ગુજરાત મિરર, રાજકોટ,તા. શહેરમાં દેશી અને વિદેશી દારૂૂના ધંધાર્થી ઉપર તૂટી પડવા અને પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની કડક…

ગુજરાત મિરર, રાજકોટ,તા.
શહેરમાં દેશી અને વિદેશી દારૂૂના ધંધાર્થી ઉપર તૂટી પડવા અને પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની કડક સૂચના અન્વયે પીસીબીની ટીમે બે અલગ-અલગ દરોડા પાડી દેશી અને વિદેશી દારૂૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રથમ દરોડામાં પી.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા અને કોન્સ્ટેબલ વિશાલભાઇ દવેને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુવાડવા ગામથી સરધાર જવાના રસ્તે રફાળા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થતી એક ટાટા નેક્સોન કાર નંબર જીજે-03-એલએમ-7702 ને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂૂ સાથે ગોંડલ હરેશ ઉકાભાઇ લીંબડીયા અને મુકેશ વાઘજીભાઇ પરમારની ધરપકડ કરી 96 બોટલ દારૂૂ અને બીયરના 48 ટીન મળી કુલ રૂૂ. 44,160 તેમજ રૂૂ. 3,50,000 ની કાર મળી કુલ રૂૂ. 3,94,160 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં ચોટીલાના ખાટડી ગામનો કુલદીપ ખાચર નું નામ ખુલ્યું હતું.

બીજા દરોડામાં પી.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને રાહુલગીરી ગૌસ્વામીની સંયુક્ત બાતમીના આધારે ભાવનગર રોડ પર આવેલી વિજયનગર શેરી નં. 4 ની બંધ શેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસે રાજ પરમેશભાઇ મકવાણાને 150 લીટર દેશી દારૂૂના જથ્થા સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો અને કુલ રૂૂ,30,000નો મુદામાલ કબજે કર્યો હતો.

આ સફળ કામગીરીમાં પી.સી.બી.ના પી.આઈ. એમ.આર.ગોંડલીયા, પી.એસ.આઈ. પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા સહિત એ.એસ.આઈ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી , કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *