ટંકારાના લજાઈ નજીક ટ્રક અડફેટે બાઈક સવાર બે યુવાનોના મૃત્યુ

ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર જતા રોડ પર લજાઈ જીઆઈડીસી પાસે બે યુવાન બાઈક લઈને ડબલ સવારીમાં જતા હતા ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારી હતી…

ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર જતા રોડ પર લજાઈ જીઆઈડીસી પાસે બે યુવાન બાઈક લઈને ડબલ સવારીમાં જતા હતા ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. રાજસ્થાનના રહેવાસી મદનલાલ ગુલ્જારીદાસ સ્વામી (ઉ.વ.46) વાળાએ ટ્રક જીજે 12 એટી 7583 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 12 જુનના રોજ સાંજના પોણા છએક વાગ્યે ફરિયાદીના દીકરા કાનારામ અને કાનારામના મિત્ર ધર્મેન્દ્ર બંને બાઈક જીજે 36 બીએ 2565 લઈને ટંકારાના લજાઈથી વાંકાનેર તરફ આવતા હતા ત્યારે લજાઈ જીઆઈડીસી રોડ પર ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી બાઈક સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક સવાર ફરિયાદીના દીકરા કાનારામ અને કાનારામના મિત્ર ધર્મેન્દ્ર બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમીયાન બંને યુવાનના મોત થયા છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

ત્રણ અપમૃત્યુ
મોરબી અને ટંકારામાં અકસ્માત અને અપમૃત્યુના બનાવોમાં બાળક સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં મોરબીના રંગપર ગામની સીમમાં સેનટાગોન સિરામિકમાં રહીને કામ કરતા રાજેશ રામેશ્વર યાદવ નામના યુવાન લેબર કોલોનીની સીડી પરથી કોઈ કારણોસર પડી જતા મોત થયું હતું. બીજા બનાવમાં મોરબીના ભડિયાદ ગામના રહેવાસી રાજુવ્ભાઈ મનુભાઈ સિંઘાદીયા નામના યુવાન ભડિયાદમાં નળિયાના કારખાનામાં કામ કરતી વખતે ઉંચાઈથી પડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું બંને બનાવો મામલે મોરબી તાલુકા પોલીસે તપાસ ચલાવી છે. તેમજ ત્રીજા બનાવમાં મૂળ રાજસ્થાનના વતની હાલ ટંકારાના બંગાવડી ગામની સીમમાં વાડીએ રહીને કામ કરતા રીતેશ નથુભાઈ ભાભરના 2 વર્ષના પુત્ર પ્રીતેશ વાડીએ આવેલ મકાન પાસે રમતા રમતા અકસ્માતે પાણી ભરેલ કુંડીમાં પડી જતા ડૂબી જતા મોત થયૂ હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *