ટેનિસ સ્ટાર ફેડરરનો જલવો બરકરાર, ઓગસ્ટના મેચની ટિકિટ મેળવવા પડાપડી

  અમેરિકામાં અત્યારે ફૂટબોલનો ઉત્સવ ચાલી રહ્યો છે, પણ આ દેશમાં ટેનિસના ડાઇ-હાર્ડ ફેન્સની સંખ્યા પણ ઓછી નથી. એટલે જ તો બે મહિના પછી (પચીસમી…

 

અમેરિકામાં અત્યારે ફૂટબોલનો ઉત્સવ ચાલી રહ્યો છે, પણ આ દેશમાં ટેનિસના ડાઇ-હાર્ડ ફેન્સની સંખ્યા પણ ઓછી નથી. એટલે જ તો બે મહિના પછી (પચીસમી ઑગસ્ટે) મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરની જે એક્ઝિબિશન મેચ રમાવાની છે એની ઑનલાઇન ટિકિટ મેળવી લેવા અત્યારથી જ ટેનિસચાહકો પડાપડી કરી રહ્યા છે. અનેક ટેનિસફેન્સે ટિકિટ મેળવી લીધી છે અને બે મહિના પછીનું શેડ્યૂલ પણ બનાવી રાખ્યું છે કે જેથી ફેડરરની મેચ ચૂકી ન જવાય.

સ્વિટ્ઝરલેન્ડનો ફેડરર આઠમી ઑગસ્ટે જીવનના 45મા વર્ષમાં પ્રવેશ કરશે. તે પ્રોફેશનલ પ્લેયર તરીકેની 24 વર્ષની લાંબી કરીઅરમાં સિંગલ્સના કુલ 20 ગે્રન્ડ સ્લેમ ટાઇટલ જીત્યો હતો. એમાં વિક્રમજનક આઠ ટાઇટલ વિમ્બલ્ડનના હતા. તે યુએસ ઓપનના પાંચ ટાઇટલ જીત્યો હતો અને આ જ ટૂર્નામેન્ટના સ્થળ ન્યૂ યોર્કના ફ્લશિંગ મીડોઝના આર્થર ઍશ સ્ટેડિયમમાં તે પચીસમી ઑગસ્ટે પ્રદર્શનીય મેચ રમશે.

એ અવસરે ટેનિસપ્રેમીઓને માત્ર ફેડરરનો જ પર્ફોર્મન્સ નહીં જોવા મળે. ત્યારે બીજા મહાન ખેલાડીઓ જોન મેકેન્રો, આન્દ્રે ઍગાસી તથા ઍન્ડી રોડિક વગેરે પણ એક્ઝિબિશન મેચ રમવાના છે એટલે ટેનિસપ્રેમીઓને એક સાથે અનેક લેજન્ડને જોવા મળશે.

એક અહેવાલ મુજબ ફેડરર સહિતના ખેલાડીઓની મેચો માણવા માટેની ટિકિટના દર 238 ડોલર (અંદાજે 22,450 રૂૂપિયા)થી માંડીને 1,300 ડોલર (1,23,000 રૂૂપિયા) છે. આ મેચ મંગળવાર, પચીસમી ઑગસ્ટે ઇસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઇમ (ઇએસટી) મુજબ સાંજે 7.00 વાગ્યે (ભારતીય સમય અનુસાર સવારે 4.30 વાગ્યે) શરૂૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *