સેન્ટ મેરી સ્કૂલ પાસે વિદ્યાર્થી બેસાડવા મુદ્દે સ્કૂલવાન ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલો

આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલાને અજાણ્યા શખ્સોએ માર માર્યો શહેરમાં કે.કે.વી. ચોક નજીક આવેલી સેન્ટ મેરી સ્કૂલ પાસે વિદ્યાર્થીઓ બેસાડવા મુદ્દે સ્કૂલ વાનને બે…

આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલાને અજાણ્યા શખ્સોએ માર માર્યો

શહેરમાં કે.કે.વી. ચોક નજીક આવેલી સેન્ટ મેરી સ્કૂલ પાસે વિદ્યાર્થીઓ બેસાડવા મુદ્દે સ્કૂલ વાનને બે ચાલકો વચ્ચે બોલાચાલી થતાં આધેડ ઉપર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોચીનગરમાં રહેતાં અને સ્કૂલવાન ચલાવતાં યાસીનભાઈ મોહમદભાઈ દલ (ઉ.52) સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં કે.કે.વી. હોલ ચોક પાસે આવેલી સેન્ટમેરી સ્કૂલ પાસે હતાં ત્યારે મોસીન અને શાહરૂખે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત અને હુમલાખોર બન્ને સ્કૂલવાન ચલાવે છે. વિદ્યાર્થીઓ બેસાડવા મુદ્દે બન્ને શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં 80 ફુટ રોડ પર આંબેડકરનગરમાં રહેતી લક્ષ્મીબેન જીગ્નેશભાઈ પરમાર નામની 29 વર્ષની પરિણીતા પોતાના ઘર પાસે હતી ત્યારે અજાણ્યા શખ્સો જીગ્નેશભાઈ પરમારને ગાળો ભાંડતા હતાં. પતિને ગાળો ભાંડતા શખ્સોને ગાળો દેવાની ના પાડતાં લક્ષ્મીબેન પરમાર ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *