ચોટીલા પંથકમાં હાઇવે પર મુસાફરો પાસેથી MRP કરતા વધુ પૈસા વસૂલતી હોટલોને દંડ

પાંચ હોટલોને 50000નો દંડ ફટકારાયો, ડે. કલેકટરની સીલીંગ કરવા સુધીની ચેતવણી ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ચોટીલા-અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે-47 પર આવેલી હોટલોમાં સંયુક્ત…

પાંચ હોટલોને 50000નો દંડ ફટકારાયો, ડે. કલેકટરની સીલીંગ કરવા સુધીની ચેતવણી

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ચોટીલા-અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે-47 પર આવેલી હોટલોમાં સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેકેજ્ડ પીવાનું પાણી, ઠંડા પીણાં અને અન્ય પેકેજ્ડ ચીજવસ્તુઓ MRP કરતાં વધુ કિંમતે વેચાતી હોવાનું ધ્યાને આવ્યું હતું.

વોટ્સએપ નંબર પર હોટલો વિરુદ્ધ ફરિયાદો મળી નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ અગાઉ ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવા માટે વોટ્સએપ નંબર 87992 31404 જાહેર કર્યો હતો. આ નંબર પર મળેલી બાતમી મુજબ ચોટીલા ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ પાસેથી હાઈવે પર આવેલી કેટલીક હોટલોમાં MRP કરતાં વધુ ભાવ વસૂલવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું.

પાંચ હોટલોમાં MRP કરતાં વધુ રકમ વસૂલાતી હોવાનું સાબિત થયું આ બાતમીના આધારે નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી તથા તોલમાપ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમો બનાવી ખાનગી રીતે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પાંચ હોટલોમાં ગ્રાહકો પાસેથી પેકેજ્ડ ચીજવસ્તુઓ માટે નક્કી કરેલા MRP કરતાં વધુ રકમ વસૂલાતી હોવાનું સાબિત થતાં Legal Metrology (Packaged Commodities) Rules હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પાંચ હોટેલો પાસેથી રૂૂ.50,000નો દંડ વસૂલયો કાર્યવાહી હેઠળ શ્રી રાજ રાજેશ્વરી હોટલ (ચોટીલા), રાજ મહેલ હોટલ (કુંભારા), શ્રી કૃષ્ણા હોટલ (નાના કાંઘાસર), આશાપુરા હોટલ અને બંસી હોટલના સંચાલકો સામે નિયમભંગ બદલ દરેક હોટલ દીઠ રૂૂ. 10,000 મુજબ કુલ રૂૂ. 50,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ફરીવાર આવું થયું તો હોટેલ સીલ કરવાની ચેતવણી અપાઈ આ ઉપરાંત તમામ હોટલ સંચાલકો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-129 હેઠળ સારા વર્તનની જામીનગીરી અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં ફરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો સંબંધિત હોટલોને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *