વેરાવળ-સોમનાથ-ઉના-પસવાડા-ઉમેજ-લામધાર હાઈવે પર સઘન ચેકિંગ : ડમ્પરમાલિકો સામે ફરિયાદ, 70 લાખનો દંડ
ગિર સોમનાથ પંથકના ખાણ ખણીજ માફીયાઓ સામે કલેકટર ખુદ મેદાનમાં આવ્યા છે. પાસ પરમીટ વગર રેતી ભરીને નિકળેલા 9 ડમ્પર સીઝ કરવામાં આવ્યો છે.
બોડીદર (તા-ઉના) ખાતે ચેકીંગ દરમ્યાન વાહન ટ્રેક્ટર નં-GJ-32-AA-2251 ના માલીક રામસિંગભાઇ અરસીભાઇ વાળા દ્વારા બિલ્ડીંગલાઇમસ્ટોન ખનીજનું બિનઅધીક્રુત વહન કરવા બદલ નિયમોનુસાર સીઝ કરેલ છે. જ્યારે મોજે-વેરાવળ-સોમનાથ હાઇવે ખાતે ચેકીંગ દરમ્યાન (1) વાહન ડમ્પર નં-GJ-13-AW-8823ના માલીક વિશ્મયભાઇ મૈશુરભાઇ રાવલીયા દ્વારા સાદીરેતી ખનીજ (2) વાહન ટ્રક નં-GJ-15-YY-3015 ના માલીકશ્રી રવીભાઇ પાંચાભાઇ ગળચર દ્વારા બિલ્ડીંગલાઇમસ્ટોન ખનીજનું તથા (3) વાહન ટ્રક નં- GJ-09-Z-1387 ના માલીક ભાવેશભાઇ ખીમાભાઇ ગળચર દ્વારા બિલ્ડીંગલાઇમસ્ટોન ખનીજનું વહન કરવા બદલ નિયમોનુસાર સીઝ કરેલ છે.
આ ઉપરાત મોજે-પસવાડા તા-ઉના ખાતે ચેકીંગ દરમ્યાન વાહન ટ્રેક્ટર નં-GJ-14-AP-3278 ના માલીક ભગવાનભાઇ ચનાભાઇ વાઘેલા દ્વારા રેતી ખનીજનુ બિનઅધીક્રુત વહન કરવા બદલ નિયમોનુસાર સીઝ કરેલ છે. જ્યારે મોજે-ઉમેજ તા-ઉના ખાતે ચેકીંગ દરમ્યાન વાહન ટ્રેક્ટર ચેસીસ નં-AKKRE05552 ના માલીક શીવાભાઇ ભુપતભાઇ સાંખટ દ્વારા રેતી ખનીજનુ બિનઅધીક્રુત વહન કરવા બદલ નિયમોનુસાર સીઝ કરેલ છે. દરમિયાન મોજે-લામધાર તા-ઉના ખાતે ચેકીંગ દરમ્યાન (1) વાહન ટ્રેક્ટર ચેસીસ નં-12463760 ના માલીક જસાભાઇ ભાયાભાઇ ભાલીયા દ્વારા રેતી ખનીજનુ તથા (2) વાહન ટ્રેક્ટર નં-GJ-32-AA-3694 ના માલીક વિવેકભાઇ મનોજભાઇ મોરી દ્વારા બિલ્ડીંગલાઇમસ્ટોન ખનીજનુ બિનઅધીક્રુત વહન કરવા બદલ નિયમોનુસાર સીઝ કરેલ છે.
તેમજ. ટ્રેક્ટર (1) વાહન ચે.સી.સ. નં.MBNABAEXKPRK 10275 મોજે. ખંઢેરા વસોજ-દેલવાડા તા.ઊના ખાતે ચેકીગ સમયે ટ્રેક્ટર વાહન ખાલી હાલતમાં જોવા મળેલ તપાસ ટીમ દ્વારા પૂછપરછ કરતા તેમજ પ્રાથમિક દૃષ્ટિએ ટ્રેક્ટર ટ્રોલી મા સાદીરેતી ખનીજ ભરી વહન કરતો હોવાનું/ભરવાના હેતુ થી આવેલ હોય માલુમ પડેલ તે બાદ ડ્રાઇવર ટ્રેક્ટર લઈ નાશી ગયેલ. સદર ટ્રેક્ટર બાબત ઊના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવા જતા માલિક દ્વારા સાદીરેતી ખનીજનું વહન અંગે ભુલ કબુલ કરી ટ્રેક્ટર વાહન રજુ કરાયેલા જે ટ્રેક્ટર વાહન સીઝ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આમ, ઉપરોક્ત કુલ 09 વાહન માલિકો/ડ્રાઈવર દ્વારા બિનઅધીક્રુત રીતે પાસ/પરમીટ વગર ખનીજ વહન કરી ખનીજ ચોરી કરવા બદલ આશરે રૂૂ.70/- લાખનો મુદામાલ સીઝ કરી દંડકીય રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
