હોમૃઝ સ્ટ્રેટમાંથી પસાર થવા 48 કલાક પહેલા મંજૂરી ફરજિયાત

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. જોકે, આ…

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. જોકે, આ જળમાર્ગ ખુલ્લો કરવાની સાથે જ ઈરાન સરકારે અહીંથી પસાર થતા જહાજો માટે કડક અને નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. હવેથી કોઈપણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હોર્મુઝમાંથી આગળ વધી શકશે નહીં.

નવા નિયમો અનુસાર, જહાજોએ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં ઓનલાઈન અથવા સત્તાવાર અરજી કરવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, પસાર થતી વખતે સમગ્ર સફર દરમિયાન જહાજના કેપ્ટને સતત ત્યાંના દરિયાઈ અધિકારીઓના સંપર્કમાં રહેવું પડશે. ઈરાનની નવી બનેલી સંસ્થા ’પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી’ (ઙૠજઅ) દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ, દરેક જહાજના ઓપરેટરે પોતાની મુસાફરીની પૂરેપૂરી વિગતો, નક્કી કરેલો રૂૂટ અને કોન્ટેક્ટ ડિટેલ્સ અગાઉથી જ જમા કરાવવાની રહેશે. આ સાથે, જ્યાં સુધી સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી જહાજના ઓપરેટરે ઈરાની ઓથોરિટી સમક્ષ સતત સંપર્કમાં રહેવું પડશે.

નવા નિયમો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરવા માંગતા તમામ જહાજો માટે 48 કલાક પહેલાં ટ્રાન્ઝિટ રિક્વેસ્ટ (પસાર થવા માટેની અરજી) દાખલ કરવી અનિવાર્ય કરાઈ છે, જેમાં જહાજનો રૂૂટ, ટ્રાવેલ પ્લાન અને કોમ્યુનિકેશન વિગતો આપવાની રહેશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે દરિયામાં રહેલા સંવેદનશીલ અને સંભવિત માઈન્સ (દરિયાઈ સુરંગ)વાળા વિસ્તારોના કારણે જહાજોએ હોર્મુઝ પહોંચતા પહેલાં પોતાનો રૂૂટ અને સમય શેર કરવો પડશે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય અને જહાજોની સુરક્ષા જળવાઈ રહે. ઙૠજઅએ ચીમકી પણ આપી છે કે જો કોઈ જહાજ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જહાજના માલિકની રહેશે. અલબત્ત, નિયમોનું પાલન કરનારા જહાજોને ઝડપથી મંજૂરી આપવાની ખાતરી પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *