હિજાબ વગર સ્લીવલેસ ડ્રેસ પહેરનાર ઇરાની ગાયિકાને 74 કોરડા મારવાની સજા

ઈરાની કોર્ટે ગાયિકા પરસ્તુ અહમદીને હિજાબ ન પહેરવા અને સ્લીવલેસ ડ્રેસ પહેરીને ઓનલાઈન કોન્સર્ટમાં પરફોર્મ કરવાના આરોપસર 74 કોરડા મારવાની સજા ફટકારી છે. ઓનલાઈન કોન્સર્ટ…

ઈરાની કોર્ટે ગાયિકા પરસ્તુ અહમદીને હિજાબ ન પહેરવા અને સ્લીવલેસ ડ્રેસ પહેરીને ઓનલાઈન કોન્સર્ટમાં પરફોર્મ કરવાના આરોપસર 74 કોરડા મારવાની સજા ફટકારી છે. ઓનલાઈન કોન્સર્ટ દરમિયાન સ્લીવલેસ ડ્રેસમાંહિજાબ વગરગાવાનું ગાયિકાને મોંઘુ પડ્યું છે; તેણીને 74 કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. ઘણા માનવાધિકાર કાર્યકરોએ તેણીને આપવામાં આવેલી સજાનો વિરોધ કર્યો છે.

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ઈરાનના કોમ પ્રાંતની એક કોર્ટે આદેશ આપ્યો છે કે માત્ર પરસ્તુ જ નહીં પરંતુ તેની પ્રોડક્શન ટીમના આઠ સભ્યોને પણ 74 કોરડા મારવામાં આવે. કોર્ટે ગાયિકા પર અશ્ર્લીલ સામગ્રી પ્રકાશિત કરવાનો આરોપ મૂક્યો. વધુમાં, પરસ્તુને બે વર્ષ માટે દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોઈપણ કલાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચુકાદાથી ઈરાનમાં કલાકારોમાં હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ સજાની નિંદા થઈ રહી છે, લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે ઈરાનમાં કંઈ બદલાયું નથી અને ત્યાં માનવ અધિકારોની સ્થિતિ યથાવત છે.

ડિસેમ્બર 2024 માં, 29 વર્ષીય પરસ્તુએ યુટ્યુબ પર એક લાઈવ કોન્સર્ટનું આયોજન કર્યું હતું, જ્યાં તેણીએ ઈરાની દેશભક્તિ ગીત “અઝ ખૂને-યે જવાનન-એ વતન” (વતનના યુવાનોના લોહીમાંથી) ગાયું હતું. આ કોન્સર્ટ લાખો લોકોએ જોયો હતો. પ્રદર્શન દરમિયાન, ગાયકે હિજાબને બદલે સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો. ગાયિકાનો વીડિયો ઝડપથી વાયરલ થયો. ત્યારબાદ થયેલા વિવાદ બાદ, ઈરાની અધિકારીઓએ ગાયિકા અને તેની ટીમના કેટલાક સભ્યોની અટકાયત કરી હતી, જોકે તેમને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા. જોકે, તેની સામે કાનૂની કાર્યવાહી ચાલુ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *