જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની કામગીરી ફરી શરૂ કરવા કલેકટરની સૂચના

રાજકોટ શહેરના મધ્યમાં આવેલી કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડને લગતી કામગીરી બંધ હોવાથી નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જોકે,…

રાજકોટ શહેરના મધ્યમાં આવેલી કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડને લગતી કામગીરી બંધ હોવાથી નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જોકે, હવે આ સમસ્યાનો અંત આવનાર છે. મળતી માહિતી મુજબ, કલેક્ટર દ્વારા જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કીટ ફરી શરૂૂ કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, જેની કાર્યવાહી પણ શરૂૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ કલેક્ટર કચેરીમાં આવેલું જનસેવા કેન્દ્ર સામાન્ય નાગરિકો માટે સરકારી કામકાજનું મુખ્ય કેન્દ્ર છે. અહીં વિવિધ સુવિધાઓ એક જ છત નીચે મળતી હોવાથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આધારકાર્ડ કીટ બંધ હોવાને કારણે નવા કાર્ડ કઢાવવા કે સુધારા-વધારા કરવા માટે આવતા અરજદારોને અન્ય જગ્યાએ ધક્કા ખાવા પડતા હતા.

લોકોની સતત રજૂઆતો અને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ, આખરે કલેક્ટર દ્વારા જનસેવા કેન્દ્રમાં વહેલી તકે આધારકાર્ડ કીટ કાર્યરત કરવા અંગે આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્ર દ્વારા આ માટેની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે અને આગામી ટૂંક સમયમાં જ જનસેવા કેન્દ્ર ખાતે આધારકાર્ડની તમામ સેવાઓ પુન: શરૂૂ કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *