ડ્રગ્સના દુષણને ડામવા 6 સ્પેશિયલ પોલીસ સ્ટેશન કાર્યરત

એન્ટી નાર્કો ટાસ્ક ફોર્સની રચના ADG-IG-DYSP-PIનું નવું મહેકમય ઉભું કરાયું ગુજરાતમાં ડ્રગ્સના વ્યસન અને તસ્કરીના વિકરાળ સ્વરૂૂપ સામે રાજ્ય ગૃહ વિભાગે સખત કાર્યવાહી શરૂૂ કરી…

એન્ટી નાર્કો ટાસ્ક ફોર્સની રચના ADG-IG-DYSP-PIનું નવું મહેકમય ઉભું કરાયું

ગુજરાતમાં ડ્રગ્સના વ્યસન અને તસ્કરીના વિકરાળ સ્વરૂૂપ સામે રાજ્ય ગૃહ વિભાગે સખત કાર્યવાહી શરૂૂ કરી છે. અતિરિક્ત મુખ્ય પોલીસ અધિક્ષક (ADG)ની આગેવાની હેઠળ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની સ્થાપના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે જેથી ડ્રગ્સના મામલાઓને ધરમૂળથી નાબૂદ કરી શકાય.

રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર ANTF માટે અલગ-અલગ હોદ્દાઓની પોસ્ટો ઊભી કરવામાં આવી છે. આમાંADG, IG, DYSP, PI અને PSIના અધિકારીઓનો સમાવેશ થાય છે. ટાસ્ક ફોર્સ હેઠળ રાજ્યવ્યાપી 6 વિશેષ પોલીસ સ્ટેશનો કાર્યરત થશે. દરેક પોલીસ સ્ટેશનનું સંચાલન DYSP કક્ષાના અધિકારી કરશે. આ અધિકારીઓ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર પણ આવી શકે છે, જેમ કે ¡$ NCB, CBN, DRI અને CAPF જેવી કેન્દ્રીય એજન્સીઓમાંથી.

ગૃહ વિભાગે ANTFને કાયદાની રૂૂએ મહત્તમ સત્તાઓ આપી છે. ડ્રગ્સ તસ્કરી અને વ્યસનમાં સંડોવાયેલા તત્વો માટે આ એક મજબૂત ચેતવણી છે. અધિકારીઓનું કહેવું છે કે હવે ડ્રગ્સમાં પકડાયા તો મર્યા સમજો. આ ટાસ્ક ફોર્સ રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે અદ્યતન તકનીકો અને ઇન્ટેલિજન્સ આધારિત કાર્યવાહી કરશે.
આ પગલું યુવાનોને ડ્રગ્સના વ્યસનથી બચાવવા અને સમાજને સ્વસ્થ રાખવા માટેનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ અભિયાનને ડ્રગ્સ મુક્ત ગુજરાત ના લક્ષ્ય તરફનું મહત્વનું કદમ ગણાવ્યું છે.

ખાસ પોલીસ સ્ટેશનો અને તેનું અધિકારક્ષેત્ર
રાજ્યના વિવિધ વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ 6 પોલીસ સ્ટેશનોને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે:
અમદાવાદ: અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને આણંદ જિલ્લા.
સુરત: સુરત શહેર, સુરત ગ્રામ્ય, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા.
વડોદરા: વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ભરૂૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ (ગોધરા), મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લા.
રાજકોટ: રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા.
ગાંધીનગર: ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લા.
ભૂજ: કચ્છ (પૂર્વ અને પશ્ચિમ), બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મોરબી જિલ્લા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *