ખાણીપીણીના વધુ 63 સ્થળે દરોડા, પ્રખ્યાત શ્રીરામ રેસ્ટો. અને બાલાજી ઢોસા સીલ

સર્વેશ્વર ચોકમાં જાણીતા વર્ણિરાજ ફૂડઝોન સહિતની પેઢીઓ પણ ઝપટમાં આવી : કુલ 287 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ રાજકોટમાં ખાદ્યજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબૂમાં રાખવા…

સર્વેશ્વર ચોકમાં જાણીતા વર્ણિરાજ ફૂડઝોન સહિતની પેઢીઓ પણ ઝપટમાં આવી : કુલ 287 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ

રાજકોટમાં ખાદ્યજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબૂમાં રાખવા માટે મનપાની ફૂડ શાખાને વર્ષ આખુ દોડતી રાખવા માટે ગઇકાલે જ મેયર ડો.નેહલ શુક્લ, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, નેતા ડો.હિરેનભાઇ ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણા સહિતના પદાધિકારીઓએ આરોગ્ય(ફૂડ) શાખાના અધિકારીઓને ચાબુક મારતા જ સમગ્ર શહેરમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યા ચેકિંગની ધોંસ બોલાવવાનું ચાલુ થયુ છે.

બે દિવસમાં શહેરના ત્રણેય ઝોનમાં થઇને 63 સ્થળે દરોડા પાડવામા આવ્યા હતા. 287 કિલોથી વધુ અખાદ્ય વાસી જથ્થો પકડાયો હતો. એ પૈકી ગંદકીથી ખદબદતા બે પ્રખ્યાત રેસ્ટોરેન્ટ ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે શ્રીરામ ચાઇનીઝ એન્ડ પંજાબી તેમજ મવડી બાયપાસ પર રિયલ પ્રાઇમની સામે આવેલા બાલાજી ઢોસા સેન્ટરને સીલ કરી દેવામા આવ્યુ છે. અન્ય જાણીતી રેસ્ટોરેન્ટ સર્વેશ્વર ચોકમાં વર્ણીરાજ ફૂડ ઝોન(નેપલ્સ પીઝા)ને આરોગ્યના ધારાધોરણો જાળવવા સબબ નોટિસ ફટકારવામા આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ રોડ, બોમ્બે હોટલ, વૃધ્ધાશ્રમ સામે, આવેલ “શ્રી રામ ચાઇનીઝ પંજાબી (રેસ્ટોરન્ટ)”, પેઢીને સીલ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા માટે નોટિસ આપવામાં આવેલ. સ્થળ પરથી આશરે 10 થી 12 ઊં.ૠ. વાસી અખાદ્ય ખોરાક મળી આવતા તેનો નાશ કરવામાં આવેલ.

જ્યારે મવડી બાયપાસ રોડ, રિયલ પ્રાઇમ ની સામે આવેલ “બાલાજી ઢોસા સેન્ટર”માં પણ અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્ય ચીજો બનાવવા તેમજ વાસી અને અખાદ્ય ચીજોનો સ્ટોરેજ જોવા મળેલ હોવાથી પેઢીને સીલ કરવામાં આવેલ. આ રેસ્ટોરેન્ટમાં ફૂડ લાયસન્સ પણ ન હતુ. ત્યાથી કુલ 115 ઊં.ૠ. વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરી રૂૂ.10,000નો દંડ ફટકારવામા આવ્યો છે.

આ ઉપરાંત મનપાની ચેકીંગ ટુકડીએ મવડી ચોકડી થી બાપા સીતારામ ચોક 150 ફૂટ રિંગરોડ, સર્વેશ્વરચોક, વર્ણીરાજ ફૂડ ઝોન (નેપલ્સ પીઝા), રેસકોર્સ રિંગ રોડ, સોરઠિયાવાડી સર્કલ થી ભક્તિનગર સર્કલ સુધી 80 રિં રોડ, આઈ.ટી.આઈ. હોકર્સ ઝોન તેમજ આજી ડેમ ચોકડીથી માંડા ડુંગર સુધી, રણુજા મંદિર પાસે કોઠારીયા મેઇન રોડ સ્થળેથી કુલ મળી 63 પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 260 ઊં.ૠ. અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ 26 પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામા આવી છે. કુલ રૂૂ.74,400ની પેનલ્ટી વસૂલવામાં આવી છે.

આ ઉપરાંત નાનામવા રોડ ઉપર સમભાવધ કોમ્પલેક્ષમાં આવેલ શ્રીજી મઠાવાલામાંથી અમેરિકન ડ્રાયફુટ શ્રીખંડ તથા વેનિલા આઈસ્ક્રીમ, રેસકોર્ષ પાર્ક, એરપોર્ટ રોડ પર આસુતોષ કોઠી આઈસ્ક્રીમમાંથી લુઝ આઈસ્ક્રીમ, અમિન માર્ગ પર મહેશ વિજય ડેરીમાંથી પાઈનેપલ શ્રીખંડ તેમજ મેંગોચિપ શ્રીખંડના નમુના લઈ લેબ.માં મોકલવામાં આવ્યા છે.

ઢોસામાં લિવર કિડની ડેમજ કરી શકે તેવા એસીડનો ઉપયો
રાજકોટ મહાનગર પાલિકાની રેડમાં બાલાજી ઢોસા મવડીમાં ગ્લેસિયલ એસિટિક એસિડ ઉમેરવામાં આવતું હોવાની ચિંતાજનક માહિતી સામે આવી છે. આ એસિડ સામાન્ય રીતે લેબોરેટરીમાં રાસાયણિક પ્રયોગો માટે વપરાય છે અને તે અત્યંત સાંદ્ર અને હાનિકારક છે. આ એસિડના નાના પ્રમાણમાં પણ ખોરાકમાં ઉપયોગથી પેટમાં દુખાવો, અલ્સર, ગળામાં બળતરા, ઉલટી અને લાંબા ગાળે લિવર-કિડનીને નુકસાન જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. ફૂડ સેફ્ટી નિયમો અનુસાર આવા ઔદ્યોગિક અને લેબોરેટરી કેમિકલ્સનો ખાદ્યપદાર્થોમાં ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *