ઇઝરાયેલની અવગણનાએ ત્રણ પ્રેસીડેન્ટ ડૂબાડયા, હવે ટ્રમ્પનો વારો?

અમેરિકી રાજકારણમાં ઇઝરાયેલ એવો સંવેદનશીલ મુદ્દો છે જેને ‘થર્ડ રેલ ઓફ અમેરિકન પોલિટિક્સ’ કહેવામાં આવે છે. આ શબ્દ એવા મુદ્દાઓ માટે વપરાય છે જેને સ્પર્શવું…

અમેરિકી રાજકારણમાં ઇઝરાયેલ એવો સંવેદનશીલ મુદ્દો છે જેને ‘થર્ડ રેલ ઓફ અમેરિકન પોલિટિક્સ’ કહેવામાં આવે છે. આ શબ્દ એવા મુદ્દાઓ માટે વપરાય છે જેને સ્પર્શવું રાજકીય આત્મહત્યા જેવું છે. વર્તમાન સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે તનાવની ખબરો સામે આવી રહી છે, ત્યારે અમેરિકી ઇતિહાસના પુરાણા પ્રસંગો ફરીથી ચર્ચામાં આવ્યા છે. છેલ્લા 50 વર્ષોમાં અનેક અમેરિકી રાષ્ટ્રપતિઓએ ઇઝરાયેલ સાથે ટકરાવ મોલ્યો અને તેમને ભારે રાજકીય કિંમત ચૂકવવી પડી કેટલાક ચૂંટણ હારી ગયા, કેટલાકની લોકપ્રિયતા ઘટી અને કેટલાક વ્હાઇટ હાઉસમાં પાછા ફરી શક્યા નહીં.

અમેરિકા ઇઝરાયેલનો સૌથી મોટો સમર્થક છે. તે દર વર્ષે અબજો ડોલરની સૈન્ય અને આર્થિક મદદ આપે છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર અમેરિકા હંમેશા ઇઝરાયેલના પક્ષે ઊભો રહ્યો છે. પરંતુ અમેરિકી આંતરિક રાજકારણમાં ઇઝરાયેલી લોબી અત્યંત પ્રભાવશાળી છે. જે નેતાઓએ ઇઝરાયેલની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા, ફિલિસ્તીનીઓના અધિકારોની વાત કરી કે અમેરિકી હિતોને પ્રાથમિકતા આપવાની કોશિશ કરી તેમને રાજકીય નુકસાન થયું છે.

1977માં કાર્ટર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. તેમના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિ 1978નો કેમ્પ ડેવિડ સમજૌતો હતો, જેના કારણે મિસર અને ઇઝરાયેલ વચ્ચે ઐતિહાસિક શાંતિ સ્થપાઈ. પરંતુ પછી કાર્ટરે ઇઝરાયેલી વસાહતોને અંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અવૈધ જાહેર કરી અને ફિલિસ્તીનીઓના અધિકારોની વાત કરી. તેઓ રોનાલ્ડ રીગન સામે હારી ગયા. તેઓ મુખ્યધારાની રાજકારણથી અલગ પડી ગયા.

1991ના ખાડી યુદ્ધ પછી બુશની લોકપ્રિયતા 90 ટકા હતી. પરંતુ ઇઝરાયેલે 10 અબજ ડોલરની લોન ગેરન્ટી માંગી. બુશ વસાહતો રોકવાની માંગ કરી રહ્યા હતા. આના કારણે ઇઝરાયેલી લોબી અને કોંગ્રેસમાં તીવ્ર દબાણ શરૂૂ થયું. 1992માં તેઓ બિલ ક્લિન્ટન સામે હારી ગયા. બેન્જામિન નેતન્યાહુના કાર્યકાળ દરમિયાન અમેરિકા-ઇઝરાયેલ સંબંધોમાં તનાવ વધ્યો. બરાક ઓબામા સાથે પણ તેમના સંબંધો તણાયેલા રહ્યા. હાલ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઈરાન સાથેના સંભવિત સમજૌતા અને અન્ય મુદ્દાઓ પર તનાવ છે. ઇઝરાયેલી લોબી અમેરિકી રાજકારણમાં અત્યંત મજબૂત છે અને તેના વિરોધમાં જવું મોટા નેતાઓ માટે પણ મુશ્કેલ સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *