ચોટીલાના નાગચોકીયા ગામે રહેતી પરિણીતાને ઘર કામ બાબતે પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ચોટીલાના નાગચોકીયા ગામે રહેતાં અજમાબેન લુબાભાઈ ચૌહાણ (ઉ.27)એ ઝેરી દવા પી લેતાં સારવાર માટે પ્રથમ ચોટીલા અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, અજમાબેનને ઘર કામ બાબતે તેના પતિ સાથે ઝઘડો થયો હતો.
પતિએ ઠપકો આપતાં અજમાબેનને લાગી આવતાં તેણે પોતાની વાડીએ હતી ત્યારે તેણે ઝેરી દવા પી લીધી હતી. મુળ ઉત્તરપ્રદેશના વતની અજમાબેન અને તેના પતિ છેલ્લા ઘણા વર્ષોથી ચોટીલા ગામે રહે છે. ખેત મજુરી કરી ગુજરાન ચલાવતાં દંપતિને સંતાનમાં બે પુત્ર છે અને તેના લગ્ન થયે આઠ વર્ષ થયા છે. પતિ સાથે ઝઘડો થતાં અજમાબેને આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
