જેતપુરના રૂપાવટીમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ, 7ની ધરપકડ

ફાર્મ હાઉસના માલીક સહિત બે ફરાર, રૂા.2.84 લાખનો મુદ્દામાલ કબજે જેતપુર તાલુકાના રૂપાવટી ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર જેતપુર પોલીસે દરોડો પાડયો હતો. જ્યાંથી…

ફાર્મ હાઉસના માલીક સહિત બે ફરાર, રૂા.2.84 લાખનો મુદ્દામાલ કબજે

જેતપુર તાલુકાના રૂપાવટી ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર જેતપુર પોલીસે દરોડો પાડયો હતો. જ્યાંથી જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડામાં વાડી માલીક સહિત બે શખ્સો ફરાર થઈ ગયા હતાં. પ્લાસ્ટીકના ટોકન ઉપર ચાલતા આ જુગારના અડ્ડામાંથી રૂા.1.54 લાખની રકમ સહિત 2.84 લાખનો મુદદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ, જેતપુર તાલુકાના રૂપાવટી ગામે આવેલ મણીલાલ ગોરધનભાઈ મુંગરાના ફાર્મ હાઉસમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે જેતપુર પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડામાં પ્લાસ્ટીકના ટોકન રાખી જુગાર રમતાં જેતપુરનાં રાહુલ મગન ચાવડા, પ્રજેશ શાંતિગીરી મેઘનાથી, પ્રવિણ ભીમજીભાઈ ચાવડા, વિપુલ ગોરધન કારેણા, વનરાજ જીલુભાઈ વાળા, ચીમનભાઈ ગોરધનભાઈ મકાણી, રઘુભાઈ અરજણભાઈ રામાણીની ધરપકડ કરવામાં આવી હતી.

જુગાર કલબમાંથી રૂા.1.54 લાખની રોકડ સહિત રૂા.2.84 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ દરોડામાં વાડી માલીક મણીલાલ ગોરધનભાઈ મુંગરા અને જેતપુરનો ભરત ગુજરાતી નામનો શખ્સ ફરાર થઈ ગયા હતાં. જેની જેતપુર તાલુકા પોલીસે શોધખોળ શરૂ કરી છે. રૂપાવટીના મણીલાલે પોતાના ફાર્મહાઉસમાં નાલ ઉઘરાવી ટોકન આધારીત આ જુગાર કલબ ચાલુ કરી હતી. જેની બાતમી મળતાં જ પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગી મચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *