ભાવનગર જિલ્લાના તળાજા પંથકની એક ખાનગી શાળાના શિક્ષક જે મૂળ શિહોરનો રહેવાસી છે તેની ઉપર ધો.11મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સોસીયલ મીડિયાના માધ્યમથી સંપર્કમા આવ્યા બાદ વિદ્યાર્થીનીને પોતાની વાતમાં ભોળવીને તળાજા લાવી દુષ્કર્મ આચાર્યની ફરિયાદ અલંગ પોલીસ મથકે નોંધાઇ છે.
શિક્ષક અને વિદ્યાર્થીનીના પવિત્ર સંબંધને કલંક લગાડતી વધુ એક ઘટના તળાજા પંથકની ખાનગી શાળામા ગણિત વિષય લેતા શિક્ષકના કુકર્મને લઈ બહાર આવીછે.જેને લઈ શિક્ષણ જગતમાં ખળભળાટ મચીગયો છે.
અલંગ પોલીસ દ્વારા બનાવને લઈ નોંધાયેલ ગુન્હા બાદ હાથ ધરાયેલ તપાસની મળતી વિગતો મુજબ ધો.11મા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના ઇન્સ્ટાગ્રામથી આ શિક્ષક સંપર્કમા આવ્યો હતો. વિદ્યાર્થીની મોટા શહેરમા અભ્યાસ કરેછે.
સંપર્ક મા આવ્યાબાદ સગીર વિદ્યાર્થીનીને પોતાની આગવી વાત કરવાની શૈલીમા ભોળવીને શિક્ષક તળાજાના પોશ વિસ્તારમા ભાડે મકાન રાખીને રહેતો હતો ત્યાં લાવીને વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવની જાણ વિદ્યાર્થીનીના માતાને ખબર પડતાં તેમણે શિક્ષક કરણ વિનોદભાઈ પરમાર મૂળ રે.શિહોર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીહતી.ફરિયાદના આધારે અલંગ પોલીસે ગણતરીના કલાકોમાજ શિક્ષક નો પતો મેળવવાની સાથે હસ્તગત કરવામાં સફળતા મલેવીછે. આ શિક્ષક એક સંતાનનો પિતા હોવાનું અને પોતાનાથી અડધી કહી શકાય તેટલી ઉંમરની વિદ્યાર્થીનીને તેમણે શિકાર બનાવી હતી.
