ભાડલા, વિંછીયા અને ભાયાવદરમાં જુગારના દરોડા, 20 શખ્સોની ધરપકડ

રાજકોટ જિલ્લામાં પોલીસે જુગાર પ્રવૃત્તિ સામે લાલ આંખ કરીને અલગ-અલગ ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા છે. ભાડલા, વિછીયા અને ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ…

રાજકોટ જિલ્લામાં પોલીસે જુગાર પ્રવૃત્તિ સામે લાલ આંખ કરીને અલગ-અલગ ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા છે. ભાડલા, વિછીયા અને ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીમાં કુલ 20 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ રૂૂ. 70,880 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રથમ દરોડો ભાડલા પોલીસ હેઠળના રાણીંગપર ગામે દેવરાજભાઈ ભીખાભાઈ મકવાણાના મકાનની પાછળ પાડવામાં આવ્યો હતો. અહીં જાહેરમાં ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં સંજય મકવાણા, લાલજી સોમાણી, દેવરાજ મકવાણા, જયરાજ સોમાણી, વનરાજ ઝાપડીયા, વિપુલ મકવાણા, બાબુ પરમાર, રાયધન સોમાણી અને રાજેશ સોમાણીનો સમાવેશ થાય છે. આ તમામ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

પોલીસને તેમની પાસેથી રૂૂ. 37,250 ની રોકડ મળી આવી હતી.બીજો દરોડો વિછીયા પોલીસે હાથસણી ગામે દલપતભાઈ શામજીભાઈ સોલંકીના મકાન પાસે, ખુલ્લા ફળિયામાં પાડ્યો હતો. દિવાલના છાંયડે તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સોપોપટભાઈ ગોહીલ, રમેશભાઈ સોલંકી, દલપતભાઈ સોલંકી, હરેશભાઈ સદાદીયા, રસિકભાઈ ડેરવાળીયા અને ભરતભાઈ સદાદીયાને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રૂૂ. 17,320 ની રોકડ રકમ કબજે કરી હતી.

ત્રીજો દરોડો ભાયાવદર પોલીસ વિસ્તારમાં ખારાની સીમમાં સુમિત રામાણીની વાડી પાસેના કાચા રસ્તે ઝાડ નીચે પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી સુમિતકુમાર ઉર્ફે સુંભો રામાણી, નરેન્દ્રભાઈ ઉર્ફે પીયુષ સોઢા, પ્રદ્યુમન ઉર્ફે ગીલો લધા અને શાહનવાઝ ઉર્ફે બાવ ઠેબા અને સેજાભાઈ રાધવભાઈ રબારી રૂૂ.16,310 ની રોકડ સાથે ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *