પોરબંદરમાં એક દંપતીના બેંક ખાતાનો દુરુપયોગ કરીને 9 લાખ રૂૂપિયાના સાયબર ફ્રોડ મામલે રાજકોટના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સની ગઈકાલે જ હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હવે સાયબર ક્રાઈમનો ગુનો નોંધાતા ચકચાર મચી છે.
પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથકના એએસઆઈ દિવ્યેશકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, “ઓપરેશન મ્યુલ હન્ટ” અંતર્ગત તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, માધવપુરના નીતાબેન નાથાભાઈ વાજા અને મોઢવાડા ગામના વિશાલ દેવાભાઈ પાંડાવદરા નામના દંપતીના બેંક ખાતાઓનો દુરુપયોગ કરીને દેશના અલગ-અલગ રાજ્યોના નાગરિકો સાથે કુલ 9,00,000 રૂૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું.
આરોપી રાજકોટના રવિરાજ ધીરુભાઈ રાઠોડે ધંધાના બહાને દંપતી પાસેથી બદઈરાદાપૂર્વક કુલ ત્રણ બેંક ખાતાઓ મેળવી લીધા હતા. આ ખાતાઓનો મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરીને અલગ-અલગ રાજ્યોમાં થયેલા સાયબર ચીટિંગના 9 લાખ રૂૂપિયા આ ખાતાઓમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ રવિરાજે એટીએમ અને ચેક વિથડ્રોઅલ જેવા માધ્યમોથી આ નાણાં ઉપાડીને પોતાનો અંગત ફાયદો મેળવ્યો હતો.
ગત 4 મેના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે વિશાલ અને તેના મામા હરીશ ટોકીઝ પાસે ઊભા હતા, ત્યારે હરીશ ટોકીઝના ગેટ તરફથી પૂરઝડપે આવેલી કારના ચાલકે કાર સીધી વિશાલ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે રવિરાજ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. પરંતુ મામાએ વિશાલને ધક્કો મારી સાઇડમા કરી દેતા તેનો બચાવ થયો હતો ત્યાર બાદ તેણે જોયુ તો તે કાર ચાલક પત્ની જેની સાથે ભાગી ગઈ હતી, તે રવિ હતો. જેથી તે સમયે રવિ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ગઈકાલે કિર્તીમંદિર પોલીસે રવિની ધરપકડ કરી હતી, ત્યાર બાદ હવે તેની સામે સાયબર ક્રાઈમ હેઠળ ગુન્હો નોંધાયો છે.
આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા ત્રણ બેંક એકાઉન્ટ્સ પર ભારત સરકારના ગઈઈછઙ પોર્ટલના માધ્યમથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી કુલ 7 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
