અધિક માસમાં 17 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા

યાત્રાધામ દ્વારકામાં સોમવારે પૂર્ણ થયેલા પાવન પુરૂૂષોત્તમ માસ (અધિક માસ) દરમ્યાન ગોમતી નદી તેમજ દ્વારકાધીશ મંદિર તથા દ્વારકા દર્શન સર્કિટના તીર્થ સ્થળો તેમજ પર્યટન સ્થળો…

યાત્રાધામ દ્વારકામાં સોમવારે પૂર્ણ થયેલા પાવન પુરૂૂષોત્તમ માસ (અધિક માસ) દરમ્યાન ગોમતી નદી તેમજ દ્વારકાધીશ મંદિર તથા દ્વારકા દર્શન સર્કિટના તીર્થ સ્થળો તેમજ પર્યટન સ્થળો પર શ્રધ્ધાનો મહાસાગર ઉમટયો હતો.

તા. 17 મે થી તા. 15 જૂન સુધીમાં આશરે 17 લાખથી વધુ ભાવિકોએ ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
અધિક માસ દરમ્યાન જગતમંદિરમાં ભાવિકો દ્વારા શ્રધ્ધાભેર રૂૂપિયા 3.70 કરોડથી વધુ રકમના દાનની સરવાણી શ્રીજીના ચરણોમાં કરવામાં આવી હતી. તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

આ સાથે અધિક માસ દરમ્યાન લાખો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાનનો લ્હાવો લઈ પુણ્યનું ભાથું બાંધ્યુ હતું.
ઉનાળુ વેકેશન દરમ્યાન અધિક માસ આવતા ગત અધિક માસ કરતા આ વખતે ભાવિકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *