જામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યો

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો…

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફના વિજયભાઈ કારેણા, જયેશભાઈ પઢેરીયા તથા ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવને બાતમી મળી હતી કે મોટી ખાવડી ગામમાં રાજ કોમ્પ્લેક્સ સામે આવેલા શુભમ ગેસ્ટ હાઉસની નીચે સંજીવ રામલાલ શર્મા નામનો ઇસમ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં બિહારી ક્લિનિક નામે દવાખાનું ચલાવી દર્દીઓની તપાસ કરી વિવિધ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન આપી સારવારના નામે રૂૂપિયા વસૂલ કરી રહ્યો છે.

બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી તપાસ કરતા બાતમી સાચી હોવાનું જણાયું હતું. સ્થળ પરથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂૂ. 4,728નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરના પગલા હાથ ધરવામાં આવ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *