મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી એસઓજી ટીમે બાતમીને આધારે એક ઈસમને 49 ગ્રામ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે ઝડપી લીધો હતો નશીલા પદાર્થ અને મોબાઈલ સહીત કુલ રૂૂ 1.53 લાખનો મુદામાલ પોલીસે કબજે લીધો છે અન્ય બે ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનનો રહેવાસી કાલુલાલ પુરાલાલ ગોયલ નામનો ઇસમ ત્ર્જ્પર ચોકડી પાસે મેલડી માતા મંદિર નજીક માદક પદાર્થનું ગેરકાયદે વેચાણ કરવાની પેરવી કરતો હોય જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી આરોપી કાલુલાલ પુરાલાલ ગોયલ (ઉ.વ.26) રહે રાજસ્થાન વાળાને ઝડપી લઈને મેફેડ્રોન પાવડર 49.380 ગ્રામ કીમત રૂૂ 1,48,140 અને મોબાઈલ કીમત રૂૂ 5000 મળીને કુલ રૂૂ 1,53,140 નો મુદામાલ કબજે લીધો છે.
અન્ય આરોપીઓ સુમેર પઠાણ રહે રાજસ્થાન અને કીર્તિભાઈ વાણીય રહે મોરબી વાળાના નામ ખુલતા બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
