બેને રાજસ્થાન અને એકને બિહારથી ઝડપી પાડ્યો, આરોપીઓ વિદ્યાર્થીઓના પાસવર્ડને હેક કરી ચેડા કરતા
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સાથે મોટી સફળતા મેળવી છે. સાયબર ક્રાઇમે અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપીની ધરપકડ કરી છે.
આરોપીઓ ટેલિગ્રામ પર NEETના પેપર વેચવાનો મેસેજ મુકતા બનાવની વિગત એવી છે કે, દેશભરમાં ચાલી રહેલા NEET પેપર લીક વિવાદનો ગેરકાયદે ફાયદો ઉઠાવવા માટે અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હોવાની ચોક્કસ બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી. તપાસમાં સામે આવ્યું કે, બે આરોપી ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી NEETના પેપર વેચે છે, જેને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ ટેલિગ્રામ પર NEETના પેપર વેચવા અંગેનો મેસેજ મુકતા હતા. જે બાદ જેને ખરીદવું હોય તે આરોપીઓને મેસેજ કરતા હતા અને આરોપી લાખો રૂૂપિયા લઈને પેપર અને આન્સર કી આપતા હતા. જોકે, આરોપીઓ કોઈ જુના પેપર કે ખોટા પેપર વેચીને ફ્રોડ કરતા હતા. બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.
NEETની પરીક્ષામાં રિફંડના નામે ફ્રોડ કરતા અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરતો હતો. વિદ્યાર્થીઓના આઇડી અને પાસવર્ડ સાથે ચેડા કરીને તેઓની સાથે ફ્રોડ કરતો હતો, જેની સાયબર ક્રાઈમે બિહારથી ધરપકડ કરી છે.
NEET પેપર લીકમાં 12થી વધુની ધરપકડ, 21 જૂને પરીક્ષા NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 સેન્ટરોમાં યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ગઝઅ અનુસાર, 7 મેની સાંજે પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી. ત્યારબાદ આ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો.
12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 15 મેના રોજ શિક્ષણ મંત્રાલય અને ગઝઅ એ NEET રી-એક્ઝામની તારીખ 21 મેના રોજ યોજાવાની જાહેરાત કરી હતી. આ મામલાની તપાસ CBI કરી રહી છે. અત્યાર સુધીમાં 12થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
NEET દ્વારા 1 લાખથી વધુ મેડિકલ કોલેજમાં પ્રવેશ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ભારતમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સિસમાં પ્રવેશ માટે લેવાતી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા છે. તેની શરૂૂઆત 2013માં થઈ હતી. આ પરીક્ષા દ્વારા દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS, BDS,, આયુષ (BAMS, BHMS) અને નર્સિંગ જેવા કોર્સિસમાં પ્રવેશ મળે છે, જેમાં AIIMS અને JIPMER જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ સામેલ છે. દેશમાં લગભગ 1 લાખથી વધુ MBBS અને 27000થી વધુ BDS સીટો છે.
