ગુજરાત સરકારનો મોટો નિર્ણય, કાલથી નર્મદા નહેરોમાં સિંચાઇનું પાણી છોડાશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીફ સિઝનની શરૂૂઆત પહેલાં જ નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી…

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીફ સિઝનની શરૂૂઆત પહેલાં જ નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લાખો ખેડૂતોને સમયસર વાવણી અને પાકની તૈયારીમાં મોટી મદદ મળશે.

મળતી માહિતી મુજબ, આગામી 11 જૂન 2026થી નર્મદા કમાન્ડ વિસ્તારની નહેરોમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પાણી છોડવાના સમયપત્રક કરતાં આ વખતે વહેલો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોએ ખેડૂતોની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સમક્ષ વહેલી તકે પાણી છોડવાની માંગણી કરી હતી. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓએ જળસંગ્રહની સ્થિતિ અને ઉપલબ્ધ પાણીના જથ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. પાણીની પૂરતી ઉપલબ્ધતા અને ખેડૂતોની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને નહેરોમાં વહેલું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ખરીફ સિઝન દરમિયાન કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન અને અન્ય પાકોની વાવણી માટે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂૂર રહેતી હોય છે. નર્મદા નહેરોમાં સમયસર પાણી પહોંચતા ખેડૂતોને વાવણીનું આયોજન સરળ બનશે અને પાકના ઉત્પાદન પર પણ સકારાત્મક અસર પડશે. સરકારે સંબંધિત વિભાગોને પાણીના આયોજનબદ્ધ વિતરણ માટે જરૂૂરી સૂચનાઓ આપી છે. પાણી સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે તંત્રને સજ્જ રહેવા પણ જણાવાયું છે.રાજ્યમાં વરસાદી મોસમની શરૂૂઆત પહેલા લેવામાં આવેલા આ નિર્ણયને ખેડૂતોમાટે રાહતરૂૂપ માનવામાં આવી રહ્યો છે. નર્મદા નહેરો મારફતે મળનારા સિંચાઈના પાણીથી ખેતી કામગીરીને વેગ મળશે અને ખેડૂતોને ઉત્પાદન વધારવામાં મદદ મળશે. ખેડૂતોને હવે 11 જૂનથી નહેરોમાં પાણી મળવાનું શરૂૂ થતાં ખરીફ પાક માટેની તૈયારી વધુ સુગમ બનશે અને કૃષિ ક્ષેત્રને પણ તેનો સીધો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *