રાજકોટ જિલ્લામાં ખનીજ માફિયા ઉપર પોલીસના દરોડા

પડધરી, જસદણ અને વીંછિયા પંથકમાંથી 2 જેસીબી, 3 ડમ્પર અને 200 ટન પથ્થર સહિતનો મુદ્દામાલ કબજે રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરતી પ્રવૃત્તિઓ…

પડધરી, જસદણ અને વીંછિયા પંથકમાંથી 2 જેસીબી, 3 ડમ્પર અને 200 ટન પથ્થર સહિતનો મુદ્દામાલ કબજે

રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરતી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે પોલીસ દ્વારા એક વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ , સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસની ટીમોએ જિલ્લાના પડધરી,જસદણ અને વિછીયા પથંકમાં દરોડા પાડીને કરોડો રૂૂપિયાની ખનીજ ચોરીનું મોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું છે.

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે ચોક્કસ બાતમીના આધારે પડધરીના નાનાવડા ગામની સીમમાં ચેકડેમ નજીક ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે સીમમાં લીઝની આડમાં મોટા પાયે સોફ્ટ મોરમનું ગેરકાયદેસર ખનન અને વહન કરવામાં આવી રહ્યું હતું. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી લોધિકાના વડવાજડી ગામના લીઝ ધારક માનવિજયસિંહ માધુભા ડાભી (ઉ.વ. 38) ને રોયલ્ટી વિના સોફ્ટ મોરમનું ગેરકાયદેસર ખનન કરાવતા રંગેહાથ ઝડપી લીધો હતો.

આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી બે અદ્યતન જેસીબી મશીન GJ 14 AG 1884 અને GJ 03 HE 6055 તેમજ ત્રણ ડમ્પર નંબર GJ 03 CW 7326, GJ 03 AZ 7326 અને GJ 03 CW 7353 તેમજ આશરે 200 મેટ્રિક ટન ખનન કરેલા પથ્થરના ટાઈસ સહિતનો અબજોનો મુદ્દામાલ મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ ડિટેઈન કર્યો છે. આ સમગ્ર મામલે ભૂસ્તરશાસ્ત્રીને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા આરોપીઓ પર લાખો રૂૂપિયાનો મોટો કમ્પાઉન્ડિંગ દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બીજો દરોડામાં એસ.ઓ.જી. અને વીંછીયા પોલીસની સંયુક્ત ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસ ટીમને બાતમી મળી હતી કે અમરાપુર ગામથી સતરંગ જવાના રસ્તા પર ગેરકાયદેસર ખનીજ વહન થઈ રહ્યું છે.

પોલીસે વોચ ગોઠવીને આ માર્ગ પરથી બે ઇસમોને કોઈપણ પ્રકારની પાસ પરમિટ કે રોયલ્ટી ચોરી કરીને ખનીજ બેલા (પથ્થર) ભરીને જતા બે ટ્રેક્ટર-ટ્રોલી સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અમરાપુર ગામના કમાભાઈ જગાભાઈ સુસરા અને મોટા હડમતિયા ગામના બેચરભાઈ ધુધાભાઈ ત્રમટાનો સમાવેશ થાય છે. પોલીસે આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 12.4 મેટ્રિક ટન ખનીજ બેલા તેમજ બે ટ્રેક્ટર મળી કુલ રૂૂ.11,74,400 નો મુદ્દામાલ કબજે લીધો છે.

આ કામગીરી એસ.ઓ.જી. ના પીઆઈ એફ.એ. પારગીની સૂચનાથી વીંછીયા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.સી. ડામોર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.ત્રીજા દરોડામાં જસદણના દેવપરા ગામે ગેરકાયદેસર ખાણકામ પર ત્રાટકી પોલીસ હતી. મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તી ના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસના પી.આઈ. જે.પી.ગોસાઈ અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી. જસદણ પોલીસને ખાનગી હકીકત મળી હતી કે દેવપરા ગામે જત્રાળ તળાવના પટમાં ગેરકાયદેસર રીતે ખાણ ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે.

પોલીસે તુરંત દરોડો પાડીને ગેરકાયદેસર રીતે બેલા પથ્થરનું ખનન કરતા ત્રણ આરોપીઓ દેવપરાના વિનુભાઈ ગોરધનભાઈ સદાદીયા, ઉકાભાઈ કાનજીભાઈ બાવળીયા, અને વલ્લભભાઈ મેરામભાઈ વાસાણી ને ઝડપી લીધા હતા. પોલીસે દરોડો પાડી સ્થળ ઉપરથી બેલા પથ્થર કાપવાની ચકરડી નંગ-05 કિંમત ₹3,50,000 , બેલા ટન ચાર કિંમત રૂૂ.10,000 અને ઇલેક્ટ્રિક વાયર મળી કુલ રૂૂ. 3,65,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ જીલ્લામાં પોલીસની ખનીજ માફિયાઓ અને ગેરકાયદેસર ઉત્ખનન કરતા તત્વોમાં સામે કાર્યવાહી થી ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *