નસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધી

શહેરમાં આવેલા ભારતનગરમાં રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…

શહેરમાં આવેલા ભારતનગરમાં રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભારતનગરમાં રહેતાં ઉત્તર પ્રદેશના વતની રાજુ દુર્બલભાઈ રાજભર (ઉ.45) સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે દારૂના નશામાં પતિ લીલાદેવી સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. શ્રમિક યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં શિવનગરમાં રહેતાં રોહિત રાજુભાઈ (ઉ.20) પોતાના ઘરે હતો ત્યારે માતા રાધાબેન જમવાનું નહીં બનાવતાં આવેશમાં આવેલા પુત્ર રોહિતે પોતાની જાતે હાથ પર કાચ મારી દીધા હતાં. યુવકને ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *