ફેસબુક પર નાણામંત્રીના નામે ઘેરબેઠા પૈસા કમાવાની લાલચમાં મહિલાએ 21.71 લાખ ગુમાવ્યા

પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી અને સાડીમાં હેન્ડવર્કનું કામ કરતી 42 વર્ષીય મહિલાને બુલ માર્કેટમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપીને રૂૂ.21.71 લાખથી વધુની સાયબર ઠગાઈ…

પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી અને સાડીમાં હેન્ડવર્કનું કામ કરતી 42 વર્ષીય મહિલાને બુલ માર્કેટમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપીને રૂૂ.21.71 લાખથી વધુની સાયબર ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના છાંયા મારુતિનગર માં રહેતા જયાબેન અભુભાઈ વાઢેર નામની મહિલાને ગયા વર્ષે માર્ચ મહિનામાં ફેસબુક પર નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે ઘરે બેઠા પૈસા કમાવવાની જાહેરાત જોવા મળી હતી. ફોર્મ ભર્યા બાદ અજાણ્યા નંબરોથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને બુલ માર્કેટમાં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. શરૂૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવ્યા બાદ વિવિધ યુપીઆઈ આઈડી અને બેંક ખાતાઓમાં તબક્કાવાર નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર સમયગાળા દરમિયાન +44 સીરીઝના વિદેશી નંબરોથી રેન્શીબેન અને મંજુબેન નામે વાતચીત કરી ટ્રેડિંગ ઓપન-ક્લોઝ કરાવાતું હતું. મહિલાએ કુલ રૂૂ.21,71,220.97નું રોકાણ કર્યું હોવા છતાં કોઈ નફો મળ્યો નહોતો અને તમામ રોકાણ નુકસાનમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. છેતરપિંડીની શંકા જતા મહિલાએ 31 મે, 2025ના રોજ 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન રિફંડ પ્રક્રિયા મારફતે બે હપ્તામાં કુલ રૂૂ.10,77,597 પરત મળ્યા હતા. જોકે બાકીની મોટી રકમ હજુ સુધી પરત મળી નથી. આ મામલે મહિલાએ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે યુપીઆઈ આઇડીના ધારકો સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *