ગીરગઢડામાં પરપ્રાંતીય મજૂર અને ભાડુઆતની નોંધણી વગર રાખનાર બે દુકાન માલિકો સામે ગુના દાખલ

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ હનુમંત પોલીસીંગ અને ગેસ એજન્સી સામેની દુકાનના માલિક વિરૂદ્ધ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર બે…

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ હનુમંત પોલીસીંગ અને ગેસ એજન્સી સામેની દુકાનના માલિક વિરૂદ્ધ કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર બે અલગ-અલગ દુકાન માલિકો સામે એક જ દિવસે કડક કાર્યવાહી કરી છે. પરપ્રાંતીય મજૂરની નોંધણી વગર કામે રાખવા અને 4 વર્ષથી દુકાન ભાડે આપીને ભાડુઆતની જાણ પોલીસ માં ન કરવા બદલ બંને માલિકો વિરુદ્ધ ગીર ગઢડા પોલીસ સ્ટેશન માં અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ, ગીર સોમનાથ દ્વારા બે મહત્વના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે પરપ્રાંતીય મજૂર અંગે જિલ્લામાં પરપ્રાંતના ગુજરાત રાજ્ય બહારના કર્મચારી/મજૂરોને કામે રાખનાર સંચાલક, ઠેકેદારો, સપ્લાયર્સે નિયત નમૂના મુજબની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ફરજિયાત આપવાની રહેશે જિલ્લામાં કોઈ પણ મકાન, દુકાન, ગોડાઉન, ઓફિસ ભાડે આપે ત્યારે ભાડુઆતની માહિતી, આધાર પુરાવા પોલીસ સ્ટેશન ખાતે ફરજિયાત જાણ કરવાની રહેશે.

જઙ જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ ઙઈં ડી.એમ. કાગડા તથા ઙજઈં આર.એચ. ચુવા ની રાહબરી હેઠળ જઘૠ ના અજઈં પ્રતાપસિંહ માનસિંહ, પો.હેડ કોન્સ. રાજુભાઇ બાલુભાઇ તથા પો.કોન્સ. રણજીતસિંહ મેરૂૂભાઇ ની ટીમે ગીર ગઢડા પો.સ્ટે. વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જામવાળા રોડ, ખાખી એગ્રો પાસે હનુમંત પોલીસીંગ નામની દુકાનના માલીકે પરપ્રાંતીય મજૂરને કામે રાખી પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરી હોવાનું ધ્યાને આવ્યું.

જામવાળા રોડ, ઇન્ડીયન ગેસ એજન્સી સામે એક દુકાન માલિકે પોતાની દુકાન છેલ્લા ચાર વર્ષથી ભાડે આપી હોવા છતાં ભાડુઆતની માહિતી પોલીસ સ્ટેશન માં જાણ નહીં કર્યાનું બહાર આવ્યું આવતા બંને દુકાન માલિકો વિરુદ્ધ ગીર ગઢડાપોલીસસ્ટેશનમાંજાહેરનામા ભંગ અંગેના અલગ-અલગ ગુના દાખલ કરીધોરણસર ની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *