વિમાનનો ફયુલ સપ્લાય જાતે બંધ થયો હતો, અમે અરજી કરી છતાં કોઈ સાંભળતુ નથી

12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એક ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના એક વર્ષ બાદ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ (FIP)…

12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એક ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના એક વર્ષ બાદ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ (FIP) દ્વારા પ્રેસ કોફરન્સ કરાઈ હતી. જેમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલોટના પ્રેસિડેન્ટ સી.એસ. રંધાવાએ મહત્વની માહિતી આપી જણાવ્યું હતું કે, આ ઘટના આજ સુધી નથી ભૂલાઈ રહી. DGCI ના અધિકારીઓ આવ્યા હતા અને તપાસ કરી હતી. 11 જુલાઈ 2025 ના રોજ એક પ્રિલિમ રિપોર્ટ આવ્યો હતો, જે ખામી હતી તેનું એક તારણ નીકળ્યું હતું. એન્જિન ક્યારે ફેલ થયું અને બંને એન્જિન ક્યારે ફેલ થયા તે ટાઇમિંગ આપ્યાં હતા, તે મેચ નથી થતા. કોઈએ એન્જિનને બંધ કર્યું તેવું કહ્યું હતું. ફ્યુલ સ્વીચ બંધ કરી તેવો ખોટો રિપોર્ટ આપ્યો.

લોકો વિચારતા હતા કે, આ ઘટના પાયલોટ દ્વારા તો નથી કરાઈને. અમારા પર અનેક સવાલો ઉભા થયા હતા.ફેડરેશન આફ પાયલોટના પ્રેસિડેન્ટે વધુમાં જણાવ્યું હતું કે, અમે કહી રહ્યા છીએ કે ફ્યુલ સપ્લાય જાતે બંધ થયો હતો, અનેક અરજી કરી છતાં કોઈ અમારું સાંભળતું નથી. તપાસમાં કોઈ એક્સપર્ટને નથી રાખવામાં આવ્યા.

AAIB માં તપાસ કરતી ટીમના કોઈ એક્સપર્ટ નથી કે જે તપાસ કરી શકે. AAIB બે રિટાયર્ડ અધિકારીને તપાસ માટે ટીમમાં મૂક્યા હતા. એવી પણ ચર્ચા ઉઠી હતી કે, પાયલોટનું માનસિક સંતુલન ઠીક ન હતું, જેની અમે આલોચના કરી હતી. ટેકનિકલ ખામીને કારણે જે થયું છે તેની તપાસ થવી જોઈએ.પ્લેનની તપાસ અંગે સવાલ ઉઠાવતા સી.એસ. રંધાવાએ કહ્યું કે, જેટલા અઈં 171 પ્લેન છે તેની તપાસ કરવી જોઈએ. 3 કંપની પ્લેન બનાવે છે. બોઇંગ, હનીમિલ, હેજી. ત્રણેય કંપનીના પાર્ટ હોય છે. ત્રણેય કંપનીને તપાસ શરૂૂ થાય ત્યારે જ ક્લીનચીટ આપી દેવામાં આવી હતી. પ્લેનમાં ઈલેક્ટ્રિક સિસ્ટમ માટે ક્યારેય તપાસ થઈ જ નથી. મેંગ્લોરની ઘટનામાં પણ પાયલોટ પર આક્ષેપ થયા હતા, જે બાબતે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ ખૂલશે તો અમને રિલીફ મળી શકે છે. અમારી પાસે અનેક પુરાવા છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલોટે કહ્યું કે, અમે સરકારને પત્ર લખ્યો છે. જે રિપોર્ટ આવ્યા છે તેનો ખુલાસો પહેલા કેમ કરવામાં ન આવ્યો. ઘટનામાં પાયલોટ મૃત થાય તો કોઈ યોગ્ય પુરાવા ના મળે તો પાયલોટ પર આરોપ નાંખી દેવાય છે. અમારી લડાઈ AAIB સામે ચાલુ છે. પારદર્શકતાથી તપાસ થવી જોઈએ. દુનિયામાં આવી કોઈ ઘટના ના બને તેવો દાખલો બેસવો જોઈએ. ઘટના બને તો તેની તપાસ સંપૂર્ણ થવી જોઈએ. એક વર્ષ થયું છતાં રિપોર્ટ નથી આવ્યા, ખુલાસો પણ નથી કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *