રાજકોટમાં તોતીંગ ફી વસુલતી સ્કુલ, કોલેજ, એકેડેમી, ક્લાસીસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પોતાની મફતની જાહેરાત કરવા માટે મનપાના ટ્રાફિક સર્કલ, ડિવાઇડર કે થાંભલાને પોતાની ઘરની પેઢી સમજતા હોય તેમ આડેધડ હોર્ડિંગ્સ બોડ, પોસ્ટર અને બેનર ખડકી દે છે. આવી વધુ પાંચ અને એક હોસ્પિટલ સહિત વધુ 12 પેઢીને મનપાએ મોટો દંડ ફટકાર્યો છે. મનપાએ એક બેનર, હોર્ડિંગ્સ કે પોસ્ટરદીઠ જે કાયદેસરનો ચાર્જ નક્કી કર્યો છે તેનાથી પાંચ ગણી રકમનો દંડ વસુલવા તમામને નોટિસ ફટકારવામા આવી છે.
સામન્ય રીતે આ રીતે જાહેરાત કરવા માટે મનપાની મંજૂરી લેવી ફરજિયાત છે. મનપાએ નક્કી કરેલો ચાર્જ ચુકવવો પડે છે. પરંતુ મનપાની એક-બે અને ત્રણ કરીને અસંખ્ય જગ્યાએ મફતમાં ખડકી દેવાયેલી આવી જાહેરાતો સામે મનપાની જગ્યા રોકાણ શાખાના અધિકારી બારૈયા અને તેમની ટીમે ચેકીંગ ઝૂંબેશ હાથ ધરી છે. મનફાવે તેમ બોડ-બેનર ખડકી દેનાર તમામને નિયત ચાર્જ કરતા પાંચ ગણી રકમ એટલે કે જેમનો ચાર્જ 5 હજાર હોય તેને સીધો જ 25 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.
આટલી સંસ્થા-પેઢી દંડાઇ
* એક્યુરેટ એકેડેમી
* ફિનોલ ઇન્સ્ટીટ્યુટ
* રોયલ એકેડેમી
* વિઝડમ સ્કુલ
* કોચિંગ ઓ-2
* વ્રજભૂમિ સ્કુલ
* સિટી ડેન્ટલ હોસ્પિટલ
* દિવ્યત્વ જ્વેલર્સ
* જ્ઞાનમંજૂરી
* નોબલ સેલ્સ એજન્સી
* સરનામ હોમ સ્ટે
* યશ ઓપ્ટિકલ
