પડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરી

પડધરી તાલુકાના ડુંગરકા ગામમાં એક જ દિવસમાં તસ્કરોએ બે મકાનની નિશાન બનાવી રૂા.1.25 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે પાડોશીઓના બંધ મકાનોના…

પડધરી તાલુકાના ડુંગરકા ગામમાં એક જ દિવસમાં તસ્કરોએ બે મકાનની નિશાન બનાવી રૂા.1.25 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે પાડોશીઓના બંધ મકાનોના મુખ્ય દરવાજા અને કબાટના તાળા તોડીને કુલ રૂપિયા 1,25,000ની રોકડ રકમ તેમજ અગત્યના દસ્તાવેજો તસ્કરો ચોરી ગયા હતા. આ ચોરીની ઘટનાથી સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

મળતી વિગતો મુજબ, ડુંગરકા ગામના વતની અને ખાનગી નોકરી કરતા 28 વર્ષીય યુવાન આનંદભાઈ રણછોડભાઈ કમાણીએ પડધરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ગત મંગળવાર, 9 જૂન 2026 ના રોજ બપોરના 12:00 વાગ્યાથી સાંજના 05:00 વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે પરિવારના સભ્યો બહાર ગયા હતા, ત્યારે આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આનંદભાઈ પોતે રાજકોટ ખાતે ફરજ પર હતા, ત્યારે તેમના પિતાએ ટેલિફોનિક સંપર્ક કરીને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી. આનંદભાઈએ ત્વરિત કંટ્રોલ રૂૂમ નંબર 112 પર ઘટનાની પ્રાથમિક માહિતી આપીને ડુંગરકા દોડી આવ્યા હતા.
તસ્કરોએ આનંદભાઈ અને તેમના પાડોશીના મકાનને નિશાન બનાવ્યા હતા.

આનંદભાઈ મકાનમાં ઓસરી અને રસોડાના દરવાજાના તાળા તોડી, અંદર પ્રવેશીને કબાટમાંથી પિતાના રાખેલા 10,000 રૂપિયા અને માતાના બચતના 5,000 રૂપિયા મળી કુલ 15,000 રૂૂપિયાની ચોરી કરી હતી. આ દરમિયાન બાજુમાં જ રહેતા પાડોશી જયંતિભાઈ બાબુભાઈ ધીયાળ પણ તેમની પત્ની સાથે પડધરી દવાખાને અને ત્યારબાદ મોટારામપર ગામે બહેનના ઘરે ગયા હતા. સાંજે પરત ફરતા તેમના મકાનની ઓસરીની જાળીનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તસ્કરોએ જયંતિભાઈના કબાટમાં ખેતીકામના હેતુ માટે રાખેલા રૂા.1,10,000 ની માતબર રોકડ રકમ અને અસલ દસ્તાવેજો ભરેલી થેલી ચોરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. પોલીસે ગુનો નોંધી ડુંગરકા અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તેમજ શંકાસ્પદ હિલચાલ ધરાવતા ઇસમોની પૂછપરછ કરીને તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *