NHMના કોન્ટ્રાક્ટ કર્મીઓના 4 મહિનાથી પગાર બાકી પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર

નેશનલ હેલ્થ મિશન (NHM)હેઠળ કોન્ટ્રાક્ટથી ફરજ બજાવતા ડોક્ટર, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન સહિત ના કર્મચારીઓના છેલ્લા ચાર મહિનાથી પગાર બાકી હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો…

નેશનલ હેલ્થ મિશન (NHM)હેઠળ કોન્ટ્રાક્ટથી ફરજ બજાવતા ડોક્ટર, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન સહિત ના કર્મચારીઓના છેલ્લા ચાર મહિનાથી પગાર બાકી હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે.ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશેઆમામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાને પત્ર લખી તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.

પુંજાભાઈ વંશે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, NHM હેઠળ કોન્ટ્રાક્ટથી નિમણૂંક પામેલ કર્મચારીઓનીહાલત કપરી બની છે. છેલ્લા ચારેક માસથી તેઓનો પગાર બાકી છે. ઓછા પગારમાં પૂરું કામ કરાવવા છતાં ચાર-ચાર મહિનાથી પગાર ન થવાથી કર્મચારીઓના કુટુંબો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે.પત્રમાં ઉલ્લેખકરાયો છે કે, હાલ મોંઘવારીનો કપરો સમય ચાલી રહ્યો છેત્યારે ચાર-ચાર માસથી પગાર ન થતો હોવાથી પરિવારનું ભરણપોષણ કરવામાં આવા કર્મચારીઓ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.

પૂર્વ ધારાસભ્યએ આરોગ્ય મંત્રીનેસત્વરે જરૂૂરી તપાસ કરાવી NHM હેઠળ કામ કરતાકોન્ટ્રાક્ટ કર્મચારીઓનો બાકી પગાર તાત્કાલિક ચૂકવાય તેવી ભલામણ કરી છે. સાથે જ ભવિષ્યમાં પણ નિયમિત અને પૂરતો પગાર મળે તે માટે જરૂૂરી કાર્યવાહી કરવાની જણાવ્યું હતું પુંજાભાઈ વંશે જણાવ્યું કે, નેશનલ હેલ્થ મિશન હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટથી નિમણૂંક પામેલ કર્મચારીઓને તે ઓની મહેનતનું તથા યોગ્ય અને સમયસર મહેનતાણું મળવું જોઈએ.તેવી માંગણી કરી છે.

કોરોના સહિતની મહામારીમાં ફ્રન્ટલાઈન પર કામ કરનારા NHMના કોન્ટ્રાક્ટ કર્મીઓને જ પગાર માટે વલખાં મારવા પડે તે અત્યંત દુ:ખદ બાબત છે. સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લઈ આ કર્મયોગીઓને ન્યાય આપવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *