ઇરાનની ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો, સૈન્ય ઠેકાણા પર અમેરિકાના હુમલા

અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યા બાદ ઇરાન ઉપર મિસાઇલો દાગી બદલો લીધો, ઇરાને બહેરીનમાં અમેરિકન મથકોને નિશાન બનાવ્યા મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે…

અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યા બાદ ઇરાન ઉપર મિસાઇલો દાગી બદલો લીધો, ઇરાને બહેરીનમાં અમેરિકન મથકોને નિશાન બનાવ્યા

મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે મોટા સૈન્ય સંઘર્ષની આશંકા સેવાઈ રહી હતી, તે આખરે હકીકતમાં બદલાઈ ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સીધી લશ્કરી કાર્યવાહીના આદેશ આપી દીધા છે, જેના પગલે પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભીષણ રીતે ભડકી ઉઠી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝ જળડમરૂૂમધ્ય) પાસે અમેરિકાના અત્યંત આધુનિક AH-64 અપાચે એટેક હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યા બાદ અમેરિકાએ આ અત્યંત કડક પગલું ભર્યું છે. અમેરિકન સેનાએ ઈરાનના અનેક વ્યૂહાત્મક સૈન્ય મથકો પર એકસાથે તબડતોડ હુમલા શરૂૂ કરી દીધા છે.

બીજી તરફ ઇરાને પણ વળતો પ્રહાર કરી બહેરીન સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણા અને નૌકાદળના ફિફથ ફલીટ મુખ્યાલ ઉપર ડ્રોનથી હુમલો કરી દીધા છે. ઇરાને દરેક હુમલાનો જવાબ આપવાની ધમકી આપી છે.
વાસ્તવમાં, અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલો આ પ્રચંડ હુમલો તેમના અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાનો સીધો બદલો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન સેનાના અપાચે હેલિકોપ્ટર પર હુમલો કરી તેને પાડી દેવામાં આવ્યું હતું, જેની પાછળ અમેરિકાએ ઈરાન અથવા તેની સમર્થિત તાકાતોનો હાથ હોવાનો દાવો કર્યો છે. જો કે, તેહરાન આ આરોપોનો ઈનકાર કરી રહ્યું છે. આ ઘટનાથી લાલચોળ થયેલા પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકન સૈનિકો અને સૈન્ય ઉપકરણો પરના હુમલા કોઈ પણ કિંમતે સહન કરવામાં નહીં આવે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, પ્રમુખ ટ્રમ્પના આદેશ પર વોશિંગ્ટન સમય મુજબ મંગળવારે સાંજે 5 વાગ્યે આ જવાબી હુમલા શરૂૂ કરવામાં આવ્યા હતા. અમેરિકાએ ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો અને મુખ્ય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, અમેરિકાએ અબ્બાસ સહિત ઈરાનના 3 મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર એકસાથે મિસાઈલ અને હવાઈ હુમલા કર્યા છે, જેના કારણે ઈરાનના સૈન્ય વિસ્તારો ધડાકાઓથી ગુંજી ઉઠ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનાના એક દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ઈરાન સામે નવું યુદ્ધ ન છેડવા માટે સખત ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો તેણે એકલા હાથે જંગ લડવો પડશે. પરંતુ પોતાના જ સૈન્ય હેલિકોપ્ટર પર હુમલો થતાં ટ્રમ્પ પોતે ધીરજ ગુમાવી બેઠા અને સીઝફાયરની વચ્ચે જ ઈરાન પર મોટો સૈન્ય હુમલો કરી દીધો.

અમેરિકન હુમલા બાદ ઈરાનની રાજધાની તેહરાન સહિતના પ્રમુખ શહેરો અને સૈન્ય મથકો પર હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ તરફ ઈરાને પણ અમેરિકાને જડબાતોડ જવાબ આપવાની કસમ ખાધી છે અને કેટલીક મિસાઈલો દાગીને પલટવાર પણ કર્યો છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાં સામેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી એકવાર જંગનું મેદાન બનતા વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ચિંતા વધી ગઈ છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારો અને સુરક્ષા પર પડી શકે છે.

આ હુમલાઓ બાદ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના સંપૂર્ણપણે સતર્ક છે અને ઈરાન તરફથી થનારા કોઈ પણ વળતા હુમલાનો જવાબ આપવા માટે સજ્જ છે. આ હુમલા બાદ ખાડી દેશોમાં અને ખાસ કરીને દરિયાઈ તેલ માર્ગો પર યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે સુરક્ષા અને આર્થિક સ્થિતિ અંગે ચિંતા વધી ગઈ છે.

 

‘અમારું મિશન પૂર્ણ થયું’: ટ્રમ્પ

વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ ગણાતા ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકન સેનાએ ઈરાનના બંદર અબ્બાસ, જાસ્ક અને કેશમ ટાપુઓ પર સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ જવાબી હુમલા કર્યા છે. આ હુમલાઓ બાદ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, ’અમારું મિશન પૂરું થયું છે.’ સેન્ટકોમના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનો અને સર્વેલન્સ રડાર સાઇટ્સને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવી છે. અમેરિકાએ આ હુમલાને ’સેલ્ફ ડિફેન્સ’ (આત્મરક્ષણ) ગણાવ્યું છે. સૈન્ય પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, આ કાર્યવાહી માત્ર હેલિકોપ્ટર પાડવાના જવાબમાં જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમેરિકન સૈનિકો અને આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *